બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / RBI Governor said there will be no other processing and documentation charges for home lones

ફાયદાની વાત / હવેથી નવી Loan પર અલગથી નહીં આપવી પડે પ્રોસેસિંગ ફી, RBIએ આપી મોટી રાહત

Vaidehi

Last Updated: 05:24 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંકનાં નવા આદેશ અનુસાર હવે નવું ઘર કે વાહન લેવા માટે તેના ડોક્યૂમેંટેશન, પ્રોસેસિંગ ફીઝ અને અન્ય ચાર્જ અલગથી નહીં આપવા પડે. આ બધા ચાર્જ લોનનાં વ્યાજમાં જોડાઈ જશે.

  • રિઝર્વ બેંકે લોન લેનારા ગ્રાહકોને આપી રાહત
  • ડોક્યૂમેંટેશન, પ્રોસેસિંગ ફીઝ અલગથી નહીં આપવા પડે
  • લોનનાં વ્યાજમાં આ રકમ ઉમેરાઈ જશે

જો તમે નવું ઘર કે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો કેન્દ્રીય બેંકોએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપતાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યાં. જો કે રેપોરેટમાં વધારો ન થવાને લીધે તમારી EMI ભલે સસ્તી ન થાય પણ લોન લેવાની સુવિધામાં રિઝર્વ બેંકનાં નવા આદેશ અનુસાર હવે નવું ઘર કે વાહન લેવા માટે  ડોક્યૂમેંટેશન, પ્રોસેસિંગ ફીઝ અને અન્ય ચાર્જ અલગથી નહીં આપવા પડે. આ બધા ચાર્જ લોનનાં વ્યાજમાં જોડાઈ જશે.

RBI ગર્વનર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે- "હમણાં ગ્રાહક જ્યારે લોન લેવા જાય છે ત્યારે તેમને વ્યાજની સાથે-સાથે લોન લેવાની શરૂઆતમાં ડોક્યુમેંટેશન, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જિસ ભરવા પડે છે. આવી રીતે તેમના લોન લેવાનો ખર્ચ વધી જાય છે. તેથી હવે બેંકોને કહેવામાં આવ્યું છે કે તેઓ લોન પર લાગનારા અન્ય ચાર્જિસને તેના વ્યાજદરોમાં જ જોડી દેવામાં આવે જેથી ગ્રાહકોને ખબર પડે કે તેમને પોતાની લોન પર કેટલું વાસ્તવિક વ્યાજ આપવાનું છે."

લોનની ઉપર અન્ય ચાર્જિસ નહીં લેવામાં આવે
RBI અનુસાર લોનની સાથે મળનારા Key Fact Statementsમાં ગ્રાહકોને તમામ જાણકારી આપવામાં આવે છે જેમાં પ્રોસેસિંગ ફીઝથી લઈને ડોક્યૂમેંટેશન ચાર્જ સુધીની તમામ માહિતી આપેલી હોય છે. હવે RBI દરેક પ્રકારની MSME અને રિટેલ લોન માટે આ પગલું લેવું ફરજિયાત કરી દીધું છે. અહીં કાર, ઓટો, હોમલોન અને પર્સનલ લોનને રિટેલ લોન અંતર્ગત સામેલ કરવામાં આવ્યું છે જ્યારે નાના કે મધ્યમ કારખાનાઓ માટે કરવામાં આવતી લોનને MSME કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.

વધુ વાંચો: એક એવી અનોખી ટ્રેન, જે લોકોને ક્યાંય પહોંચાડતી નથી, પણ જિંદગી બદલી નાખે છે

લોન પ્રોસેસિંગ ફીઝ શું હોય છે?
જ્યારે કોઈ ગ્રાહક બેંક કે હાઉસિંગ ફાઈનેંસમાં લોન લેવા માટે અપ્લાય કરે છે તો તેને લોન પ્રોસેસિંગનાં બદલે એક નિયત એમાઉંટ આપવાનું હોય છે. આ એમાઉંટ ગ્રાહકોને આપવામાં આવતી લોન એમાઉંટથી કાપી લેવામાં આવે છે અથવા તો તેની અલગથી ચૂકવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રોસેસિંગ ફીઝ કુલ લોન એમાઉન્ટ પર 0.5% થી 3% સુધી લેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમારે 10 લાખ રૂપિયાની લોન લે છે તો 1%નાં દરથી પ્રોસેસિંગ ફીઝ 10000 રૂપિયા નક્કી થાય છે. તેના પર 18% GST પણ આપવાનું હોય છે. તેથી કુલ લોન પ્રોસેસિંગ ફીઝ 11800 રૂપિયા બને છે. RBIનાં નવા નિયમ  અનુસાર હવેથી લોન લેતાં સમયે પ્રોસેસિંગ ફીઝ નહીં ભરવી પડે. આ એમાઉંટ લોન પર આપવામાં આવેલ વ્યાજમાં જોડાઈ જશે. હવે ડોક્યૂમેંટેશન ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ તેમજ અન્ય કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ