બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Jagriti Yatra Train: 15 days travelling and learning experince with jagriti yatra train sessions

VTV વિશેષ / એક એવી અનોખી ટ્રેન, જે લોકોને ક્યાંય પહોંચાડતી નથી, પણ જિંદગી બદલી નાખે છે

Vaidehi

Last Updated: 05:14 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

500 લોકોની સવારી લઈને 15 દિવસ માટે ભારતમાં ચાલતી આ ટ્રેનની મુસાફરી લોકો નજીવા ખર્ચમાં કરી શકે છે. યાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં કોન્ફેરેન્સની મુલાકાત તેમજ જાત-જાતની યૂનિક પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. જાણો વિસ્તારથી...

  • જાગૃતિ યાત્રા ફ્રીમાં ચાલતી 15 દિવસીય ટ્રેન છે.
  • 500થી વધુ લોકો આ ટ્રેનમાં સવાર થઈ શકે છે.
  • બિઝનેસ સ્કીલ્સને લગતી વિવિધ પ્રવૃતિઓ ટ્રેન યાત્રા દરમિયાન કરાવાય છે

VTV વિશેષ: એક એવી ટ્રેન કે જેમાં તમે 15 દિવસ સુધી ટ્રાવેલ કરી શકો છો. ટ્રાવેલિંગની સાથે-સાથે આ ટ્રેનની વિશેષ સુવિધાઓનો લાભ તેમજ પોતાની સ્કિલ્સ-નોલેજનો પણ વિકાસ કરી શકો છો. "એન્ટરપ્રાઈઝ દ્વારા ભારતનું નિર્માણ" એક એવી ઝૂંબેશ છે કે જેમાં યુવાનો અને ઉદ્યોગસાહસિકો સાથે ટ્રાવેલ કરીને બિઝનેસ તેમજ સ્ટાર્ટઅપ સંબંધિત અનેક અવનવી પ્રવૃતિઓ કરે છે. મધ્ય ભારતમાં આ ટ્રેન યાત્રાની શરૂઆત 15 વર્ષ પહેલાં     સશાંક મણિ દ્વારા કરવામાં આવી હતી. જાગૃતિ યાત્રા નામક યૂનિક ઝૂંબેશનું મેઈન ફોકસ ભારતનાં અનેક એવા લોકોને જોડવામાં છે જેઓ કંઈક નવું કરવા ઈચ્છે છે. જાણો શું છે આ જાગૃતિ યાત્રા જે ભારતનાં વિવિધ બિઝનેસને જોડવાનું કામ કરે છે:

8000-કિ.મીની ટ્રેન યાત્રા અને એ પણ નજીવા ચાર્જમાં
જાગૃતિ યાત્રાનું આયોજન જાગૃતિ સેવા સંસ્થામ દ્વારા કરવામાં આવે છે, જે એક બિન-લાભકારી સંસ્થા છે. આ સંસ્થા એક દાયકાથી મધ્ય ભારતમાં એન્ટરપ્રાઇઝ લેડ ડેવલપમેન્ટ (ઉદ્યમ જનિત વિકાસ) ને લઈને વિવિધ કામગીરી કરી રહી છે. જાગૃતિ યાત્રા ટ્રેન 8000 કિ.મીનું ટ્રાવેલ 15 દિવસમાં કરાવે છે. આ એક એવી ટ્રેન યાત્રા જે યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રેરિત કરે છે એટલું જ નહીં યોગ્ય ગાઈડન્સ પણ આપવામાં આવે છે. 2008માં શરૂ કરવામાં આવેલી આ જાગૃતિ યાત્રા અત્યારસુધીમાં ભારત અને વૈશ્વિક સ્તરે 23 દેશોના 7500+ ભારતીય યુવાનો પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદરૂપ થઈ ચૂકી છે. 

આટલા દિવસ કરવાનું શું?
15 દિવસની આ યાત્રા મુંબઈથી શરૂ થાય છે અને એ બાદ બેંગલોર, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, બેહરામપુર, નાલંદા,ઉત્તરપ્રદેશ, દિલ્હી, અમદાવાદ અને છેલ્લે ફરી મુંબઈ પર સમાપ્ત થાય છે. આ યાત્રા દરમિયાન યુવાનો લોકો સાથે અનેક મુદાઓ પર ચર્ચા-વિચારણા તો કરે જ છે સાથે-સાથે યાત્રીકોને એસી ચેર કાર સેશન્સ પણ ટ્રેનમાં આપવામાં આવે છે. આ AC ચેર કાર સેશનમાં દરેક યાત્રીકને 45 મિનિટનો એક સ્લોટ આપવામાં આવે છે જ્યાં કોઈ એક ચોક્કસ ડોમેઈનનાં એક્સપર્ટ સેશન લેવા માટે આવે છે. એટલું જ નહીં યાત્રા દરમિયાન કેટલાક મેન્ટર્સ અને ગ્રુપ દ્વારા સેશન્સ લેવામાં આવે છે જે યુવાનોને જે-તે ક્ષેત્રની પૂરતી માહિતી તેમજ નવા ઈનોવેશનને લઈને માહિતી પણ અપાવે છે. સાંજનાં સમયે આર્ટ અને ક્રિએટીવીટીને લઈને પણ અનેક પ્રકારની પ્રવૃતિઓ આ ટ્રેન યાત્રા દરમિયાન કરાવવામાં આવે છે.     આ યાત્રા દરમિયાન કેટલીક મેગા સિટીઝમાં સ્પેશિયલ ઈવેન્ટ્સ ઓરગેનાઈઝ કરવામાં આવે છે જ્યાં યાત્રીકો મુલાકાત લઈ શકે છે.

તેમની વેબસાઈટ અનુસાર આ 15 દિવસ લાંબી યાત્રા માટે રજિસ્ટ્રેશન ફી 7000 રૂપિયા જેટલી આપવાની રહે છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઓરગેનાઈઝર્સ દ્વારા ફાળવવામાં આવે છે.

યાત્રા દરમિયાન શું-શું સુવિધાઓ આપવામાં આવે છે?
બ્રેકફાસ્ટ, લંચ, નાસ્તો અને ડિનર તમામ સુવિધાઓ ટ્રેન પર જ આપવામાં આવે છે. તમામ મિલ્સ વેજીટેરિયન અને હેલ્ધી હોય છે. આ સાથે જ યાત્રીકોને મિનરલ વોટર અને મેગા ઈવેન્ટસ્ની વિઝિટ પહેલાં પેક્ડ લંચ પણ આપવામાં આવે છે. આ સિવાય વોશરૂમ, ટોઈલેટ, બાથિંગ કીટ, લોન્ડ્રી વગેરેની સુવિધાઓ, સ્ત્રી-પુરુષ માટે અલગ બાથરૂમ વગેરે સુવિધાઓ આપવામાં આવે છે. આ ટ્રેનમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રેન પર જ કોન્ફેરેન્સ રૂમ બનાવવામાં આવ્યું છે. એક કોચ બાથિંગ માટે ફાળવવામાં આવ્યો છે.

વધુ વાંચો: ધો. 10 પાસ ઉમેદવારો માટે સરકારી જોબની શાનદાર તક: ઇન્ડિયન રેલવેમાં મોટા પાયે વેકેન્સી બહાર પડી, જાણો છેલ્લી તારીખ

જાગૃતિ યાત્રાથી યાત્રીકને શું ફાયદા મળી શકે છે?

  • નેટવર્કિંગનો મોકો
  • પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો સાથે બેઠકો
  • વિવિધ સ્કીલ્સ માટે તાલિમ મેળવવાની તક
  • સિટી મીટ અને ઓનલાઈન ફોરમ દ્વારા ડિજિટલ અને ભૌતિક જાગૃતિ સમુદાયનો આજીવન ઍક્સેસ.
  • યાત્રીકનાં વ્યવસાયિક વિચારો માટે માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સપોર્ટ.
  • એક વૈશ્વિક અનુભવ જે તમારા રેઝ્યૂમેને મજબૂત બનાવી શકે છે
  • ભારતમાં મુસાફરી કરીને અનુભવી શિક્ષણ મેળવવાની શાનદાર તક
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ