બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Govt Job Opportunity for 10 Pass Indian Railways Large Vacancies Released, Know Last Date
ADVERTISEMENT
ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે બમ્પર ભરતી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 2800 થી વધુ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 29 જાન્યુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 28મી ફેબ્રુઆરી 2024 સુધી સત્તાવાર વેબસાઇટ sr.Indianrailways.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરનાર તમામ ઉમેદવારોએ આવશ્યક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, પોસ્ટની વિગતો, વય મર્યાદા વગેરે વિશે વિગતવાર જાણીએ..

ADVERTISEMENT
આવશ્યક લાયકાત
આ ભરતી હેઠળ, ફિટરની જગ્યા માટેના ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. પાત્રતા સંબંધિત વધુ માહિતી માટે બહાર પાડેલ નોટોફિકેશન વાંચવાની રહેશે.
ભરતી પ્રક્રિયા
આ ભરતી અંતર્ગત ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. આ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. તેના બદલે, ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના આધારે નિમણૂક કરવામાં આવશે.
ADVERTISEMENT
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરનારા અરજદારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમામ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. જે અંતર્ગત ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

ADVERTISEMENT
અરજી ફી
અરજી કરનારા તમામ સામાન્ય અને ઓબીસી અરજદારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે, SC/ST/PWBD/મહિલા ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
વધુ વાંચો: સરકારી નોકરી મેળવવા મહિલાઓ માટે મોટી તક: આ વિભાગમાં નીકળી ભરતી, જાણી લો અરજીની વિગત
ADVERTISEMENT
આ રીતે અરજી કરો
અરજી કરવા માટેની સૌથી અધિકૃત વેબસાઇટ sr.indianrailways.gov.in પર જાઓ
હોમ પેજ પર હાજર ભરતી લિંક પર ક્લિક કરો.
ત્યાં બધી જરૂરી માહિતી ભરો.
જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું એપ્લિકેશન ફોર્મ તમારી પાસે રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.