બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Somewhere heatwave and somewhere heavy rain forecast

હવામાન અપડેટ / ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી, જાણો આજે દેશભરમાં કેવું રહેશે હવામાન

Priyakant

Last Updated: 07:58 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ અને કરા સાથેની ગતિવિધિઓ જોવા મળી શકે તો કેટલાક વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર

Weather Update : દેશમાં આજે એટલે કે 29મી માર્ચના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ અને કરા સાથેની ગતિવિધિઓ જોવા મળી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આજે અને આવતીકાલે એટલે કે 30 માર્ચે કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગે દેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં આજે વિવિધ સ્થળોએ ગરમીના મોજાની અસર જોવા મળશે. આ સાથે વિદર્ભમાં આજે અને આવતીકાલે હીટવેવની સ્થિતિ રહેશે. 

નવી દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 29 માર્ચે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધવામાં આવી શકે છે. આ સાથે નવી દિલ્હીમાં આજે વાદળ છવાયેલા રહેશે અને હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી દિલ્હીમાં 30 માર્ચે પણ હળવો વરસાદ જોવા મળી શકે છે. 

ઉત્તર પ્રદેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે લખનૌમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. ગાઝિયાબાદની વાત કરીએ તો આજે અહીં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે ગાઝિયાબાદમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડશે અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

વધુ વાંચો: ક્રિકેટ રસિક મુખ્તાર અંસારી કેવી રીતે બન્યો માફિયા ડોન? કહાની ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર આજે પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સાથે પંજાબ, હરિયાણા, કેરળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ