બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Soma Patel from Chotila seat of Surendranagar picked up the form for independent candidate

ગુજ'રાજ' 2022 / સોમા ગાંડા પટેલ ફરી નવા-જૂની કરવાની તૈયારીમાં, ચોટીલામાં ભાજપ-કોંગ્રેસ બંનેનું વધશે ટેન્શન

Dinesh

Last Updated: 03:10 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીને લઈ રાજકીય ઘમાસાણ તેજ;સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી સોમા પટેલે અપક્ષ ઉમેદવારી કરવા ફોર્મ ઉપાડ્યું

  • પક્ષપલટુ સોમા પટેલ આ વખતે પણ મેદાનમાં!
  • પક્ષ-વિપક્ષ પછી અપક્ષથી મેદાને સોમા પટેલ
  • કોંગ્રેસ-ભાજપમાં રહ્યાં હવે અપક્ષથી લડશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈ ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે તો બીજી તરફ કોગ્રેસે પણ 43 નામો જનતા સમક્ષ મુક્યા છે. તો વળી ગુજરાતને ગઢ ગણતી પાર્ટી ભાજપના ઉમેદવારોના નામ પણ ગણતરીની ઘડીમાં સામે આવી શકે છે. આ બધાની વચ્ચે કેટલાક પક્ષપલટું પણ કરી રહ્યાં છે. આ તમામ બાબતની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે જેમાં ખૂબ વિવાદાસ્પદ નેતા સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી લડશે. જેથી ચોટીલામાં ભાજપ-કોંગ્રેસ બંનેનું વધશે ટેન્શન વધાર્યું હોય તેવું લાગી રહ્યું છે.

સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી લડશે
ખૂબ વિવાદાસ્પદ નેતા સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી લડશે. તેમણે ચોટીલા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યું છે. તમને જણાવી ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને કોંગ્રેસ-ભાજપ બેઠક જીતે છે. 2017માં લીંબડી-સાયલા બેઠકથી ચૂંટણી જીત્યા પછી આપ્યું તેમણે રાજીનામું આપ્યું હતું. સોમા રાજીનામાને કારણે ભરતસિંહની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થવાનું કારણ પણ બતવવામાં આવે છે. ચૂંટણી આવે અને પક્ષપલટો કરતા સોમા હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે તેના મોટા સંકેતો પણ આપી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સાંસદ રહ્યાં હોય તેવા મોટા ગજાના નેતામાંના એક સોમા પટેલની ગણના પણ થાય છે. તેમણે 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે પણ મેદાનમાં ઉતર્યાં છે. 

સોમા પટેલનો રાજકીય ઇતિહાસ

  • 1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
  • 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
  • 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
  • 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
  • 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
  • 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
  • સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
  • 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
  • સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
  • લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
  • પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
  • 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
  • 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
  • 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
  • કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
  • 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
  • 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
  • મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા હતા
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ