બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / social worker and Padma Shri recipient Sindhutai Sapkal passed away at the age of 74

દુઃખદ / સામાજિક કાર્યકર પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું દેહાવસાન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

ParthB

Last Updated: 08:09 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અનાથોની સેવા કરનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું મંગળવારે પુણેમાં અવસાન થયું.

  • સિંધુ તાઈને 700થી વધુ સન્માન મેળવ્યા હતાં 
  • સિંધુતાઈને તેમની સામાજિક સેવા માટે ઘણા એવોર્ડ મળ્યા છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક 

સિંધુતાઈ સપકલનું પુણેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા 
 
મળતી માહિતી મુજબ, એક મહિના પહેલા સિંધુતાઈ સપકલનું હર્નિયાનું ઓપરેશન થયું હતું. પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ શૈલેષ પુનતામ્બેકરે આપી છે. સિંધુતાઈ સપકલને 'માઈ' કહેતા. તેઓ પુણેમાં સનમતિ બાલ નિકેતન સંસ્થા નામનું અનાથાશ્રમ ચલાવે છે. તેમણે તેમના જીવનમાં 1,200 થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા હતા. આમાંના ઘણા લોકો આજે પોતે અનાથાશ્રમ ચલાવે છે. સિંધુતાઈને તેમની સામાજિક સેવા માટે ઘણા એવોર્ડ મળ્યા છે.

PM મોદીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી 

PM મોદીએ  ટ્વિટ કરીને કહ્યું ડો. સિંધુતાઈ સપકલને તેમની સમાજ પ્રત્યેની ઉમદા સેવા માટે યાદ કરવામાં આવશે. તેમના પ્રયત્નોને લીધે ઘણા બાળકો સારી ગુણવત્તાનું જીવન જીવી શક્યા. તેમણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વચ્ચે પણ ઘણું કામ કર્યું. તેમના મૃત્યુથી મને દુઃખ થયું છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.ઓમ શાંતિ.

કોણ છે સિંધુ તાઈ?

સિંધુ તાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ભરવાડ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, સિંધુ તાઈનું બાળપણ વર્ધામાં વીત્યું હતું, તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે વીત્યું હતું. સિંધુ જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક મોટી ઉંમરના પુરુષ સાથે થયા હતા.સિંધુ તાઈ ચોથા ધોરણ સુધી જ ભણી હતી, તે આગળ ભણવા માંગતી હતી પરંતુ લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેનું સપનું સાકાર થવા દીધું ન હતું.

સિંધુ તાઈને સાસરે અને પિયરમાં સ્થાન ન મળ્યું  

અભ્યાસથી માંડીને એવી ઘણી નાની-મોટી બાબતો હતી, જેમાં સિંધુ તાઈને હંમેશા અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેમણે તેની સામે અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ પરિણામ એ આવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આટલું જ નહીં, સાસરિયાં તેમને ઘરની બહાર કાઢી મુકી પરંતુ તેમના માતા-પિતાએ પણ તેમને અહીં રાખવાની ના પાડી દીધી.

સિંધુ તાઈને 700થી વધુ સન્માન મેળવ્યા હતાં 

તેમના ઉમદા કાર્ય માટે સિંધુ તાઈને અત્યાર સુધી 700 થી વધુ સન્માનો મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી.તેમણે ડીવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ પૂણેમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તેમના જીવન પર મરાઠી ફિલ્મ મી સિંધુતાઈ સપકલ બનાવવામાં આવી છે, જે વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ