બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / So Govinda said goodbye to politics, there was a serious allegation

લોકસભા ચૂંટણી 2024 / ...તો એટલે ગોવિંદાએ રાજનીતિને કહી દીધું હતું અલવિદા, લાગ્યો હતો ગંભીર આક્ષેપ, જાણીને ચોંકી જશો

Priyakant

Last Updated: 10:02 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના સાંસદને હરાવ્યા હતા, જોકે ગોવિંદાએ બાદમાં રાજકારણ છોડી દીધું હતું, દાઉદ સાથે કનેક્શન હોવાનો પણ આરોપ લાગ્યો અને હવે ફરી રાજકારણમાં એન્ટ્રી

Lok Sabha Election 2024 : ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. હવે તેઓ મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો આમ થશે તો ગોવિંદાનો સામનો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકર સાથે થશે. જોકે સીએમ શિંદે કહી રહ્યા છે કે, ગોવિંદા કોઈ શરત સાથે શિવસેનામાં જોડાયા નથી. તેઓ ચોક્કસપણે તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 

આ એ જ ગોવિંદા છે જેમનું રાજકીય ડેબ્યૂ વર્ષ 2004માં થયું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાંથી જીતીને સંસદ પહોંચ્યા હતા. ગોવિંદા 20 વર્ષ પહેલા ઉત્તર મુંબઈ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના અનેક વખત સાંસદ અને શક્તિશાળી નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે ગોવિંદાએ બાદમાં રાજકારણ છોડી દીધું હતું. જે બાદ તેના પર દાઉદ સાથે કનેક્શન હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

રામ નાઈકે કર્યા હતા ગંભીર આક્ષેપો 
ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે દાવો કર્યો હતો કે, ગોવિંદાએ 2004ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તરથી તેને હરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને બિલ્ડર હિતેન ઠાકુરની મદદ લીધી હતી. તેમણે તેમના પુસ્તક 'ચરૈવેતિ, ચરૈવેતિ' (આગળ વધતા રહો)માં પણ આનો ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ગોવિંદા દાઉદ અને ઠાકુર સાથે મિત્રો હતા. ચૂંટણીમાં મતદારોને ડરાવવા માટે તેણે આ બંનેનો સહારો લીધો હતો. નાઈકે એક ટીવી ચેનલ પર ગોવિંદાની ફિલ્મો ચલાવીને ચૂંટણીમાં ગોવિંદાને મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આરોપોને લઈ શું કહ્યું હું ગોવિંદાએ ? 
ગોવિંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, લોકોએ જ તેને જીતાડ્યો હતો. પોતાના પર લાગેલા આરોપો પર ગોવિંદાએ કહ્યું હતું કે મને તે સમયે કોઈના સમર્થનની જરૂર નહોતી. આવી વાતો કરીને રામ નાઈક કહેવા માંગે છે કે તે સંસદીય ક્ષેત્રના લોકોને અંડરવર્લ્ડને વેચી દેવામાં આવ્યા હતા. આવી વાતો કરીને કોઈનું અપમાન ન કરો.

એક પણ દિવસ સંસદની કાર્યવાહીમાં ભાગ ન લીધો 
ગોવિંદા સાંસદ બન્યા બાદ ગૃહમાં ગેરહાજર રહેતા લોકોમાં ટોપ પર હતા. તેઓ એક દિવસ પણ ગૃહની કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. જ્યારે પત્રકારોએ આ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા ઉપરાંત, થોડા વર્ષો પહેલા રાજસ્થાનમાં તેની પત્ની અને બે બાળકો સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

આ કારણે મેં રાજકારણને અલવિદા કહ્યું
ગોવિંદાએ 2009માં તેમની રાજકીય ઇનિંગ્સનો અંત આણ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસમાં તેમના હરીફોએ તેમના કાર્યકાળ દરમિયાન તેમના માટે અવરોધો ઉભા કર્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવનાર ગોવિંદાએ નકારી કાઢ્યું હતું કે, પાર્ટીએ તેમને કોઈ લાભ આપ્યો નથી. તેણે કહ્યું હતું કે, હું મારા જ પક્ષમાં શાબ્દિક રીતે કોર્નર થઈ ગયો હતો. કેટલાક લોકો મારી સાથે કામ કરવા માંગતા ન હતા. તેથી મેં ફરીથી ચૂંટણી લડવાને બદલે માત્ર પ્રચાર કરવાનું નક્કી કર્યું.

આ બધાની વચ્ચે હવે જ્યારે તેની ફિલ્મી કરિયર સારી નથી ચાલી રહી ત્યારે તેણે શિવસેના સાથે પોતાની બીજી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતા ગોવિંદાના પ્રવેશ સાથે, મહાયુતિને સેલિબ્રિટી ટચ મળશે અને ગોવિંદાની સાથે, તેના સહ કલાકારો સહિત ઘણા સેલેબ્સ પણ પ્રચાર માટે હાજર રહેશે, જેનો ફાયદો શિવસેનાને થઈ શકે છે. તેઓ ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.

શું કહ્યું એકનાથ શિંદેએ ? 
શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ એક અનુભવી નેતાની જેમ મીડિયા સાથે વાતચીત કરી. પત્રકારો સાથે વાત કરતી વખતે ગોવિંદા હસતો અને મજાક કરતો જોવા મળ્યો હતો. સીએમ એકનાથ શિંદેએ પણ ગોવિંદાને જોરદાર પ્રોત્સાહન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ શિંદેએ કહ્યું કે ગોવિંદાના આગમનથી પાર્ટી વધુ મજબૂત બનશે. જ્યારે એકનાથ શિંદેને ગોવિંદા ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવી કોઈ શરત નથી. તેમણે ટિકિટ માંગી નથી, પરંતુ ગોવિંદા અમારા ઉમેદવારોને જીતાડવા માટે ચોક્કસ પ્રચાર કરશે.

વધુ વાંચો: 'મારા પિતાને ધીરે-ધીરે ઝેર...', પિતા મુખ્તાર અંસારીના મોત પર પુત્ર ઉમરનો ગંભીર આક્ષેપ

હું 14 વર્ષના વનવાસ પછી રાજકારણમાં પાછો ફર્યો:  ગોવિંદા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોવિંદાએ કહ્યું કે, તે રાજનીતિની બીજી ઇનિંગને ભગવાનનો સંદેશ માની રહ્યો છે, કારણ કે 2004 થી 2009 સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા બાદ તેણે રાજકારણથી દૂરી લીધી હતી. હવે ગોવિંદા કહી રહ્યા છે કે, 14 વર્ષના વનવાસ પછી તેઓ એ જગ્યાએ આવ્યા છે જ્યાં વાસ્તવમાં રામ રાજ્ય છે. આ પ્રસંગે ગોવિંદા ભાવુક જોવા મળ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ