બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / smriti-irani-worked-as-a-waiter-in-restaurant-befor-entering-television-industry

ચૂંટણી / ટીવીમાં ડેબ્યૂ પહેલા મોદી સરકારના આ મંત્રી હતા વેટર, મિત્રના પતિ સાથે કર્યા લગ્ન

vtvAdmin

Last Updated: 04:21 PM, 11 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટેલિવિઝનથી રાજનીતિ સુધી સ્મૃતિ ઇરાનીનું સફર ખૂબ જ રસપ્રદ છે. મોડલિંગથી એક્ટિંગ અને એક્ટિંગથી મંત્રી બન્યા સુધીની સ્મૃતિ ઇરાનીની સફર ઘણી લાંબી રહી. લોકસભા ચૂંટણી 2019 પહેલા સ્મૃતિએ આજે ભાજપના ઉમેદવાર તરીકે અમેઠીમાં નામાંકન કર્યુ. અમેઠીમાં સ્મૃતિની વિરુદ્ઘ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડશે. ફોર્મ ભર્યા પહેલા સ્મૃતિ ઇરાનીએ પતિ સાથે પૂજા-પાઠ પણ કર્યા. સ્મૃતિ અને ઝુબિનની સાથે પૂજા કરતા સમયની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. તો જાણીએ સ્મૃતિ ઇરાનીના અત્યાર સુધીના સફર વિશે... 

ટીવીની દુનિયાથી રાજનીતિમાં એન્ટ્રી કરનારા સ્મૃતિ ઇરાનીનો જન્મ 23 માર્ચ 1976ના દિલ્હીમાં થયો, સ્મૃતિ ઇરાની 3 બહેનોમાંથી સૌથી મોટી છે. સ્મૃતિની હોલી ચાઇલ્ડ ઓક્ઝિલિયમ સ્કૂલમાંથી 12 ધોરણ સુધી ભણી છે, જે પછી સ્કૂલ ઑફ લર્નિગ,દિલ્હી યૂનિવર્સિટીમાં એડમિશન લીધુ. ઉલ્લેખનીય છે કે, જ્યારે કેન્દ્રમાં તેમને માનવ સંસાધન મંત્રી બનાવવામાં આવી ત્યારે તેમની શિક્ષાને લઇને વિવાદ થયો હતો.

 



સ્મૃતિ ઇરાનીએ બ્યૂટી પ્રોડક્ટ્સની એડથી લઇને મિસ ઇન્ડિયાની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. 1998માં સ્મૃતિએ મિસ ઇન્ડિયા પેઝન્ટ ફાઇનલિસ્ટમાં પોતાની જગ્યા બનાવી હતી. આ જ વર્ષે મીકા સિંહના આલ્બમ 'સાવન મે લગ ગઇ આગ'ના ગીત 'બોલિયાં' પરફૉર્મ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, મોડલિંગમાં આવતા પહેલા સ્મૃતિ એક ફેમસ રેસ્ટોરામાં વેટરનું કામ કરતી હતી. 

વર્ષ 2000માં સ્મૃતિ ઇરાનીએ સીરિયલ 'આતિશ' અને 'હમ હૈ કલ આજ ઔર કલ'થી ટેલિવિઝનમાં ડેબ્ય કર્યુ. આ બંને સીરિયલ સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઇ હતી. જોકે સ્મૃતિને એકતા કપૂરની સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', જેનાથી તે ઘરમાં ઘરમાં જાણીતી થઇ. તુલસી વિરાનીનો રોલ કરી ફેમસ થયેલી સ્મૃતિ ઇરાનીએ આ પહેલા એકતા કપૂરની ટીમે રિજેક્ટ કરી હતી.

 


સ્મૃતિએ ખુલાસો કર્યો કે, ''હું 20 વર્ષ સુધી ટીવી સાથે જોડાયેલી રહી, જેણે મને ઇન્ડિયન પૉલિટિક્સમાં આવવા માટે પ્લેટફોર્મ આપ્યુ અને આ માટે હું ટીવીને હંમેશા આભારી રહીશ. આ સિવાય એકતા કપૂરે મને ઘણો સપોર્ટ કર્યો છે. ઘણી યુવતીઓની સાથે જ્યારે હું ઑડિશન આપવા માટે ગઇ ત્યારે મેં ટીવી માટે ફિટ ન હતી. ટીમે મને રિજેક્ટ કરવા છતાં એકતાએ મને શો માટે પસંદ કરી.''

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' માટે સ્મૃતિને 5 ઇન્ડિય ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ, 4 ઇન્ડિય ટેલી એવોર્ડ્સ, 8 સ્ટાર પરિવાર એવોર્ડ્સ મળ્યા. આ સિવાય સ્મૃતિ 2001માં 'રામાયણ' સીતાનો રોલ કર્યો. 2001માં પારસી એન્ત્રોપ્રિન્યર ઝુબિન ઇરાની સાથે લગ્ન કર્યા. ઝુબિનની પહેલી પત્નીનુ નામ મોના હતુ. મોના અને સ્મૃતિ પહેલાથી મિત્રો હતો. ઝુબિન અને મોનાના અલગ થયા પછી ઝુબિને સ્મૃતિ સાથે લગ્ન કર્યા, તેમનો એક દિકરો અને દિકરી છે. આ સિવાય સ્મૃતિની એક સૌતેલી દિકરી શોનેલ પણ છે. શોનેલ ઝુબિનની પહેલી પત્ની મોનાની દિકરી છે. 

 



2003માં સ્મૃતિ ઇરાનીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ. આગામી વર્ષે જ તેણે મહારાષ્ટ્રની યૂથ વિંગ વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવી. સ્મૃતિ ઇરાની મોદી સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રી રહી ચૂકી છે. વર્ષ 2014માં સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઉભી હતી, તેમાં રાહુલ ગાંધી જીત્યા હતા, આ વખતે પણ બંને વચ્ચે કાંટાની ટક્કર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ