બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Skymet annouced that this monsoon India will have below normal rain

Weather Forecast / 'અલ નીનોને કારણે મોનસૂન નબળું પડશે, દુષ્કાળની પૂરી સંભાવના', 2023ના ચોમાસાની પહેલી ભવિષ્યવાણી

Vaidehi

Last Updated: 05:59 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાઈમેટ વેધરએ આ વખતનાં ચોમાસાનું અનુમાન લગાવ્યું છે. તે અનુસાર 20% આશંકા છે કે દુષ્કાળ આવી શકે છે. ઓછાં વરસાદની આશંકા 40% જણાવી છે.

  • ચોમાસાની સિઝનને લઈને કરવામાં આવી ભવિષ્યવાણી
  • આ વખતે સામાન્યથી પણ ઓછા વરસાદની સંભાવના
  • દુષ્કાળ પડવાની 20% આશંકા

વાતાવરણનાં વિશે ભવિષ્યવાણી કરવારી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ વેધરએ કહ્યું છે કે આ વખતે સંભવત: ઓછો વરસાદ પડશે. સ્કાઈમેટનું કહેવું છે કે આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીનું અનુમાન છે કે આ વખતે ચોમાસું નબળું રહેવાને લીધે ચાર મહિનામાં 868 મિમી સુધી જ વરસાદ પડશે.

સામાન્યથી પણ ઓછો વરસાદ પડવાની સંભાવના
સ્કાઈમેટએ જણાવ્યું કે સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 40% છે. તો 15% એ આશા છે કે સામાન્યથી વધારે વરસાદ આવી શકે છે. આ સિવાય 25% આશંકા છે કે સામાન્ય વરસાદ પડે... વધુ વરસાદ થવાની સંભાવના 0% છે.

અલ નિનો વધી રહ્યો છે...
સ્કાઈમેટનાં ડાયરેક્ટર જતિન સિંહએ કહ્યું કે છેલ્લાં ચાર ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ જ થઈ રહ્યો હતો. તેનું કારણ લા નીના હતું જે હવે નાશ પામ્યું છે. હવે 'અલ નિનો' વધી રહ્યું છે. તેથી અલ નીનોની વાપસીનાં કારણે મોનસૂન નબળું પડી શકે છે. તેવામાં દુષ્કાળ પડી શકે છે અને ગરમ વાતાવરણનાં કારણે ખેડૂતોને પણ નુક્સાન ભોગવવું પડી શકે.

કેવી રીતે અસર કરે છે અલ નિનો?
પ્રશાંત મહાસાગરમાં જ્યારે સમુદ્રની ઉપરી સપાટી ગરમ થાય છે તો અલ નીનાનો પ્રભાવ પડે છે. તેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડે છે. અનુમાન અનુસાર મે થી જૂલાઈની વચ્ચે અલ નીનોનો પ્રભાવ પાછો આવી જશે. તેવામાં દુષ્કાળ પડવાની સંભાવના વધી ગઈ છે. જો કે સ્કાઈમેટનું કહેવું છે કે દુષ્કાળ પડવાની શક્યતા માત્ર 20% છે. 1997માં અલ નીનો મજબૂત હોવા છતાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

સ્કાયમેટની આગાહી

અન્ય કારણો પણ ચોમાસા પર અસર કરે છે
તેમણે જણાવ્યું કે અલ નીનો સિવાય અન્ય પણ કેટલાક કારણો છે કે જે મોનસૂનને પ્રભાવિત કરશે. ઈન્ડિયન ઓશન ડાઈપોલ પણ મોનસૂનને પ્રભાવિત કરે છે. તે અત્યારે ન્યૂટ્રલ છે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ થાય છે. ધાન્યની ખેતી ચોમાસા પર નિર્ભર રહે છે. જો આ વખતે ઓછો વરસાદ થયો તો તેની મોટી અસર ખેડૂતો પર પણ થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ