બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / sinners cannot touch the water of vasundhara falls in devbhoomi uttarakhand

ગજબ / આ જગ્યા પર છે અનોખુ ઝરણું, પાણીને પાપીઓ હાથ પણ નથી લગાવી શકતા, ચમત્કાર જોવા દૂર દૂરથી આવે છે લોકો

Arohi

Last Updated: 01:34 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડને દેવતાઓનું સ્થળ કહેવામાં આવે છે. તેને શિવનું સ્થાન માનવામાં આવે છે. ઘણી નદીઓનું ઉદ્ગમ પણ આ ભૂમિથી જ થાય છે.

  • ઉત્તરાખંડમાં આવેલું છે અનોખુ ઝરણું
  • પાપીઓને અહીંનું પાણી સ્પર્શ પણ નથી કરતું 
  • જાણો તેના પાછળ શું છે કારણ 

ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે. હરિયાળી અને ઉંચા-ઉંચા બરફથી ઢકાયેલા પહાડોથી ઘેરાયેલા ઉત્તરાખંડ રાજ્યને લઈને માન્યતા છે કે મહાદેવ અહીં નિવાસ કરે છે. અહીં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી વગેરે તમામ તીર્થસ્થળ આવેલા છે. સાથે જ ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ઉદ્દભવ પણ ઉત્તરાખંડથી થયો છે.

ઉત્તરાખંડની ધરતી એટલી પવિત્ર છે કે પાન્ડવોથી લઈને ઘણા મહાન રાજાઓ સુધી તમામ લોકોએ તપ કરવા માટે આ ભૂમિને પસંદ કરી હતી. પાન્ડવોને સ્વર્ગ માટે અહીથી જ પ્રસ્થાન કર્યું હતું. કહેવામાં આવે છે કે ઉત્તરાખંડની આ પાવન ધરતી પર એક એવું ઝરણું છે જેના પાણીને કોઈ પાપી વ્યક્તિ હાથ પણ ન લાવી શકે. તેને વસુંધરા ઝરણાનું નામ આપવામાં આવ્યું છે. 

પાપીઓ સ્પર્શ પણ નથી કરી શકતા આ ઝરણાનું પાણી 
વસુંધરા ઝરણું બદ્રીનાથ ધામથી લગભગ 8 કિમીની દૂરી પર આવેલું છે. આ ઝરણું 400 ફૂટ ઉંચાઈથી પડે છે અને પડતા મોતીઓ જેવું દેખાય છે. કહેવામાં આવે છે કે ઉંચાઈથી પડવાના કારણે તેનું પાણી દૂર દૂર સુધી પહોંચે છે. પરંતુ જો કોઈ પાપી તેના નીચે ઉભુ રહે તો તે પાણી તે પાપીના શરીરને સ્પર્શ પણ નથી કરતું. બદ્રીનાથ ધામ જતા લોકો આ ઝરણાના ચમત્કારને જોવા માટે જરૂરથી જાય છે. આ ખૂબ જ પવિત્ર ઝરણું કહેવાય છે. અહીં આવીને પર્યટકોને સ્વર્ગમાં હોવાની અનુભૂતિ થાય છે. 

આ પાણીમાં છે ઘણા ઔષધીય ગુણ
કહેવામાં આવે છે કે આ ઝરણાના પાણીમાં ઘણા પ્રકારના ઔષધીય તત્વો છે કારણ કે આ ઝરણાનું પાણી ઘણી ઔષધીઓને સ્પર્શ કરીને આવે છે. કહેવામાં આવે છે કે જેના પર આ ઝરણાનું પાણી પડે છે તે વ્યક્તિ નિરોગી થઈ જાય છે. અહીં પહોંચવા માટે તમારે માણા ગાંમથી ટ્રેકિંગ કરવું પડશે અને વન્ય વિસ્તારથી અહીં પહોંચવું પડશે. 

સહદેવે ત્યાગ્યા હતા પ્રાણ  
કહેવાય છે કે પાન્ડવોમાંથી સહદેવે પોતાના પ્રાણ અહીં ત્યાગ્યા હતા. કહેવાય છે કે જો તેના પાણીના અમુક ટીપા પણ તમારા શરીરને સ્પર્શ કરી લે તો તમે સમજી જજો કે તમારી અંદર પુણ્યાત્મા છે. ભારત જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ પર્યટક આ ઝરણાનો ચમત્કાર જોવા અહીં આવે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ