બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / મનોરંજન / બોલિવૂડ / Sidharth Shukla's funeral: Sambhavna Seth fights with cops, video goes viral

હદ થઈ! / VIDEO : સિદ્ધાર્થની અંતિમ ક્રિયામાં BIGG BOSS જેવો સીન : અભિનેત્રીની પોલીસ સાથે ઝપાઝપી, લોકોએ કહ્યું શરમ કરો

Parth

Last Updated: 08:59 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધાર્થ શુક્લાની અંતિમ ક્રિયા પણ BIGG BOSSનાં ઘર જેવો સીન ઊભો થઈ ગયો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • સિદ્ધાર્થ શુક્લાને અપાઈ અંતિમ વિદાય 
  • સંભાવના સેઠે પોલીસ સાથે કર્યો ઝઘડો 
  • VIDEO વાયરલ થતાં યુઝર્સે લગાવી ક્લાસ 

સિદ્ધાર્થની અંતિમ વિધિમાં પહોંચેલ અભિનેત્રીએ કર્યો ઝઘડો 
પોપ્યુલર એક્ટર સિદ્ધાર્થ શુક્લા આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. તેમની માતા અને બહેને ધ્રૂજતા હાથે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપી. સિદ્ધાર્થની અંતિમ વિદાયમાં બોલિવૂડનાં ઘણા બધા કલાકારો પહોંચ્યા હતા. સિદ્ધાર્થને છેલ્લીવાર જોવા માટે તેમના ઘણા બધા મિત્રો સ્મશાને પહોંચ્યા હતા. જોકે અંતિમ ક્રિયા પણ BIGG BOSSનાં ઘર જેવો સીન ઊભો થઈ ગયો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કરી ટ્રોલ 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી સંભાવના સેઠ અને તેમના પતિ મુંબઈ પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા છે. જોકે સંભાવનાનો આરોપ છે કે મુંબઈ પોલીસે તેમના પતિને લાફો માર્યો છે. જોકે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોમાં ક્યાંય લાફો માર્યો હોય તેવું દેખાઈ રહ્યું નથી તેથી લોકો સંભાવના સેઠને ટ્રોલ કરી રહ્યા છે.  સોશ્યલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે કમ સે કમ મોતનો મલાજો તો રાખવો હતો!

નોંધનીય છે કે સંભાવના સેઠ બિગ બોસ શોમાં રહી ચૂકી છે જેમાં તે જોરદાર હંગામો કરવા માટે જ ઓળખાતી હતી. સંભાવના હવે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે. 

સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી. આ સાથે જ તે પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયા છે. સિદ્ધાર્થના નિધનથી તેમનો પરિવાર અને સમગ્ર બોલિવૂડ તથા ટીવી જગત શોકમાં છે. આજે ઓશિવારા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા સિદ્ધાર્થની માતાએ રડતા રડતા ધ્રૂજતા હાથે સિદ્ધાર્થને મુખાગ્ની આપી હતી. 40 વર્ષની ઉંમરમાં ટીવી અને બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. 

મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કારમાં નજીકના મિત્રો અને સંબંધિઓ પહોંચ્યા હતા. અભિનેતા જય ભાનુશાલી અને ગુરમીત ચૌધરી પણ સ્મશાન ઘાટ પહોંચી તેમણે અંતિમ વિદાય આપી હતી. હાલ સ્મશાન ઘાટની અંદર સિદ્ધાર્થનો પરિવાર હાજર છે. અંતિમ સંસ્કાર થઈ ગયો છે અને ઘણા લોકો અંતિમ સંસ્કારમાં શામેલ થયા બાદ પરત ફરી રહ્યા છે. 

અંતિમ દર્શને પહોંચ્યા સ્ટાર્સ 
સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે બોલિવુડ અને ટીવી સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. શહનાઝ ગિલ, અર્જુન બિજલાની, રશ્મી દેશાઈ, રાખી સાવંત સહિતના સ્ટાર્સ તેના અંતિમ દર્શને પહોંચ્યા હતા. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થના માતાને સિદ્ધાર્થની મોતથી ખૂબ જ મોટો સદમો લાગ્યો છે. બન્નેની હાલત રડી રડીને ખરાબ છે.  

બાલિકા વધુ​થી ઘરે ઘરે થયા ફેમસ 
આમ તો સિદ્ધાર્થ શુક્લા બાલિકા વધુથી ઘરે ઘરે ફેમસ થયા હતા. પરંતુ બિગ બોસ 13ના વિન બન્યા બાદ તેમની ફેન ફોલોવિંગ ખૂબ વધી ગઈ હતી. જણાવી દઈએ કે તેમની ફેમિલીમાં માતા અને બે મોટી બહેનો છે. સિદ્ધાર્થ જ્યારે મોડલિંગ કરતા હતા તે સમય તેમના પિતા અશોક શુક્લાનું ફેફસા ખરાબ થવાના કારણે મોત થઈ ગયું હતું. સિદ્ધાર્થ કપૂરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ