બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / side effects of using mobile phone for more than 30 minutes

તમારા કામનું / અડધો કલાક એટલે બસ! એનાથી વધારે ફોન યુઝ કરતાં હોવ તો ચેતજો, વધી શકે છે આ બીમારીનો ખતરો

Manisha Jogi

Last Updated: 10:54 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલનો વધુ ઉપયોગ કરવામાં આવે તો આરોગ્ય પર અસર થાય છે. મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવો તે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે.

  • મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવો તે આરોગ્ય માટે જોખમી
  • ગંભીર બિમારી માટે ફોનની રેડિયો ફ્રિક્વન્સી મુખ્ય કારણ
  • મોબાઈલ ફોનનો 30 મિનિટથી વધુ ઉપયોગ ના કરવો

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. કોઈપણ કામ માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે અને અપડેટેડ રહે છે. મોબાઈલનો વધુ ઉપયોગ કરવામાં આવે તો આરોગ્ય પર અસર થાય છે. અનેક રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવો તે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. 

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો મોબાઈલ ફોનનો દરરોજ 30 મિનિટથી વધુ ઉપયોગ કરે તે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે. ડૉકટર્સ જણાવે છે કે, હાઈ બ્લડ પ્રેશર માટે મોબાઈલ ફોનની રેડિયો ફ્રિક્વન્સી મુખ્ય કારણ છે. 

મુંબઈ વાસીઓમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. ભાગદોડભરી જિંદગીમાં મોબાઈલ ફોન મુખ્ય જરૂરિયાત બની ગયા છે. લોકોને જાણ હોવી જોઈએ કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે તેમના આરોગ્ય પર વધુ અસર પડી રહી છે. મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવામાં આવે તો કયા પ્રકારની સમસ્યા થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

આંખોને નુકસાન થાય છે
મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવામાં આવે તો આંખો પર ખરાબ અસર થઈ શકે છે. જેની આપણે જાણકારી પણ હોતી નથી. આંખો શરીરનો સંવેદનશીલ ભાગ છે, મોબાઈલ ફોનની બ્લ્યુ સ્ક્રીનને કારણે આંખોને નુકસાન થઈ શકે છે. 

કાંડામાં દુખાવો થઈ શકે છે
કોઈપણ વસ્તુનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત તઈ શકે છે. ફોનનો વધુ ઉપયોગ કરવામાં આવે તો કાંડા સુન્ન પડી શકે છે, દુખાવો થઈ શકે છે અને ઝણઝણાટી પણ થઈ શકે છે. જેના કારણે કાર્પલ ટનલની સમસ્યા થવાનું જોખમ રહે છે. 

સ્લીપિંગ પેટર્ન ડિસ્ટર્બ થાય છે
ઊંઘ આપણી જીવનશૈલીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી ઊંઘના કલાકોમાં ઘટાડો થાય છે જેના કારણે સવારે ફ્રેશ ફીલ થતું નથી અને આખો દિવસ ઊંઘ આવે છે. મોબાઈલનો વધુ ઉપયોગ કરવામાં આવે તો અનિંદ્રાનું જોખમ રહે છે. 

તણાવ વધે છે
તણાવ થવો તે એક સામાન્ય સમસ્યા છે, પરંતુ સેલફોન તણાવ અનેક કારણોસર થઈ શકે છે. ફોનનો વધુ ઉપયોગ કરવો, ઊંઘ પૂરી ના થવી, તે આગળ જતા ગંભીર બિમારીનું કારણ બની શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ