બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill misses maiden century in ODI World Cup, Sara Tendulkar reacts; VIDEO

World Cup 2023 / શુભમન ગિલ ODI વર્લ્ડ કપમાં પ્રથમ સદી ચૂક્યો, સારા તેંડુલકરે આપ્યું આવું રીએક્શન; VIDEO

Megha

Last Updated: 05:17 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામેની મેચમાં સદી ચૂકીને જ્યારે શુભમન ગિલ 92 રનની ઈનિંગ રમીને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે સારા તેંડુલકરનું રીએક્શન વાયરલ થયું.

  • શુભમન ગિલ શ્રીલંકા સામેની મેચમાં સદી ચૂક્યો
  • શ્રીલંકા સામે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી
  • કોહલી સાથે 179 બોલમાં 189 રનની ભાગીદારી કરી

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરતાં ભારતીય દાવને સારી રીતે સંભાળ્યો એટલું જ નહીં પરંતુ વિરાટ કોહલી સાથે મજબૂત ભાગીદારી કરીને ટીમનો સ્કોર પણ મજબૂત કર્યો. ગિલ આ મેચમાં ભારત માટે સદી રમવાનું ચૂકી ગયો હતો અને 92 રન બનાવીને આઉટ થયો હતો.

શુભમન ગિલ સદી ફટકારવાનું ચૂકી ગયો
શુભમન ગિલ ભારત માટે પ્રથમ વખત ODI વર્લ્ડ કપ રમી રહ્યો છે અને તેણે શ્રીલંકા સામે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે માત્ર 8 રનથી તેની પ્રથમ વનડે વર્લ્ડ કપ સદી ચૂકી ગયો, પરંતુ તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 179 બોલમાં 189 રનની ભાગીદારી કરી . જ્યારે શુભમન ગિલ 92 રનની ઈનિંગ રમીને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને સારા તેંડુલકર પણ આવું જ કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે આ વર્લ્ડ કપમાં શુભમન ગિલનો અત્યાર સુધીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.

શુભમન ગિલે આ ODI વર્લ્ડ કપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. જો કે તે શ્રીલંકા સામે સદીનો હકદાર હતો, પરંતુ તે 92 રન બનાવીને આઉટ થયો હતો. જે બોલ પર ગિલ આઉટ થયો હતો તે બોલ મધુશંકાએ ફેંક્યો હતો જે શોર્ટ સ્લો બોલ હતો. ગિલ આ બોલને સિક્સર માટે મોકલવા માંગતો હતો, પરંતુ તેનો શોટ રમતી વખતે બોલ બાઉન્સ થયો અને બેટની કિનારી લઈને કુસલ મેન્ડિસના હાથમાં ગયો અને તેણે આ આસાન કેચ લીધો. જો કે ગિલને કદાચ આ શોટ રમવાની જરૂર નહોતી અને તે બોલ છોડી શક્યો હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ