બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill caught amazing catch, video went viral on social media

ગજબ / શુભમને કેચ પકડીને પલટી મેચ, ચિત્તાની જેમ લગાવી છલાંગ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયો Video

Megha

Last Updated: 10:21 AM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિકંદર રઝાએ સદી ફટકારી મેચને ભારતના કબ્જામાં છીનવી લેવાની ભરપૂર કોશિશ કરી હતી પરંતુ શુભમન ગિલના શાનદાર કેચને કારણે ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરી હતી.

  • ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી
  • ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 115 રન બનાવીને મેચ જીતવાની કોશિશ કરી હતી 
  • શુભમન ગિલે શાનદાર કેચ પકડી ભારતને જીત અપાવી 

ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી છે. આ જીત સાથે જ તેણે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં ઝિમ્બાબ્વેનો સફાયો કરી નાખ્યો છે. ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ તે 276 રન પર સમેટાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાને શતકીય ઈનિંગ્સ રમી હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 115 રન બનાવીને મેચને ભારતના કબ્જામાં છીનવી લેવાની ભરપૂર કોશિશ કરી હતી. ઇવાન્સ સાથે મળીને તેણે આઠમી વિકેટ માટે શતકની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ શુભમન ગિલના શાનદાર કેચને કારણે ટીમ ઈન્ડિયા દ્વારા રઝાને આઉટ કરીને મેચમાં વાપસી કરી હતી.

શુભમન ગિલે ફટકારી સદી 
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શુભમન ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી પણ પૂરી કરી હતી. ટીમ ઈંડિયા માટે મેચમાં સૌથી વધારે રન શુભમન ગિલે કર્યા હતા. તેમણે પોતાની ઈન્ટરનેશન કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. પંજાબના આ બેટ્સમેને 97 બોલમાં 130 રન ફટકાર્યા હતા. તો વળી ઈશાન કિશને પણ પોતાની વન ડે કરિયરની બીજી ફિફ્ટી બનાવી હતી. બ્રૈડ એવંસે શાનદાર બોલિંગ કરી અને ઝિમ્બાબ્વે માટે સૌથી વધારે 5 વિકેટ લીધી હતી.  ટીમ ઈન્ડિયા તરફથી આવેશ ખાને સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. દીપક ચાહર, અક્ષર પટેલ, કુલદીપ યાદવના ખાતામાં 2-2 વિકેટ આવી હતી. 

વિડીયો વાયરલ
ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ 95 બોલમાં 115 રન ફટકાર્યા હતા. એક સમયે એવું લાગતુ હતું કે, તે પોતાની ટીમને આ મેચ જીતાડી દેશે. પણ શાર્દૂલ ઠાકુરના બોલ પર શુભમન ગિલે શાનદાર કેચ પકડી લીધો અને તેના ધૂંઆધાર બેટીંગ પર બ્રેક લગાવી દીધી હતી. હાલ સોશ્યલ મીડિયા પર એ કેચનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે સામે વનડે ક્રિકેટમાં ભારતની આ લગાતાર 15 મી જીત હતી. ભારતે વર્ષ 2010 પછી ઝિમ્બાબ્વે સામે એક પણ વનડે મેચ હારી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ