બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Shrikrishna Janmabhoomi-Shahi Idgah dispute: Supreme Court refuses to stay proceedings in High Court

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ / શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ: 'અમને એ સ્વીકાર્ય નથી કે તમે...', હાઈકોર્ટમાં કાર્યવાહી પર સ્ટે લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

Priyakant

Last Updated: 11:49 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mathura Eidgah Latest News: મથુરામાં શાહી મસ્જિદ ઇદગાહની મેનેજમેન્ટ કમિટીએ આપેલી દલીલ ગળે નથી ઊતરતી કે, તમામ પક્ષકારો પાસે અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવાનો સાધન નથી

  • શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ વચ્ચે એક મોટા સમાચાર
  • શાહી ઇદગાહ કમિટીની દલીલથી સુપ્રીમ કોર્ટ નારાજ!
  • શાહી મસ્જિદ ઇદગાહની મેનેજમેન્ટ કમિટીએ આપેલી દલીલ ગળે નથી ઊતરતી: સુપ્રીમ 

Mathura Eidgah : શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિપ્પણી કરી કે, મથુરામાં શાહી મસ્જિદ ઇદગાહની મેનેજમેન્ટ કમિટીએ આપેલી દલીલ ગળે નથી ઊતરતી કે, તમામ પક્ષકારો પાસે અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવાનો સાધન નથી.  જસ્ટિસ એસ.કે. કૌલની આગેવાની હેઠળની બેન્ચે મે મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ સામે મસ્જિદ પ્રબંધન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું.

ખંડપીઠે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદના સંબંધમાં વિવિધ રાહતોની માંગ કરતી અરજીઓની બેચને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. બેંચમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા પણ સામેલ છે. ખંડપીઠે કહ્યું, "આ  અમને સ્વીકાર્ય નથી કે, તમે દિલ્હી આવી શકો પરંતુ અલ્હાબાદ ન જઈ શકો..."

સુપ્રીમ કોર્ટે કઈ દલીલ પર વાત કરી?
જ્યારે મસ્જિદ સમિતિ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, અલ્હાબાદ અને મથુરા વચ્ચેનું અંતર 600 કિલોમીટર છે, પરંતુ મથુરાથી દિલ્હીનું અંતર લગભગ 100 કિલોમીટર છે, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીની અદાલતો પહેલેથી જ કામનો બોજ ધરાવે છે. અન્ય રાજ્યમાંથી ઉદ્ભવતા મુદ્દાને રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનાંતરિત કરવા માટે "યોગ્ય" નથી.  સર્વોચ્ચ અદાલતે અલાહાબાદ હાઈકોર્ટને સિવિલ કેસની સુનાવણીથી પ્રતિબંધિત કરવાનો કોઈપણ આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો જે તેમણે પોતાની તરફ ટ્રાન્સફર કર્યો હતો, અને સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખી હતી. દરમિયાન તેમણે પક્ષકારોને ત્રણ પાનાથી વધુ ન હોય તેવી બ્રિફ્સ ફાઇલ કરવા કહ્યું.

SCમાં એક એફિડેવિટમાં રજિસ્ટ્રાર જનરલે જણાવ્યું કે, મથુરા જિલ્લા ન્યાયાધીશ દ્વારા કુલ 16 સિવિલ કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મસ્જિદ પ્રબંધન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરીને હાઈકોર્ટે પક્ષકારોને તેમના અપીલના અધિકારક્ષેત્રથી વંચિત રાખ્યા છે. તમામ પક્ષકારો પાસે હાઈકોર્ટ સુધી પહોંચવાનું સાધન નથી.

સુપ્રીમ કોર્ટે અગાઉ શું કહ્યું હતું?
છેલ્લી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે અભિપ્રાય આપ્યો હતો કે, વિલંબ અને પુનરાવર્તિત કાર્યવાહીને ટાળવા માટે, જો કેસની સુનાવણી હોઈ કોર્ટ દ્વારા કરવામાં આવે તો તે વધુ સારો વિકલ્પ હશે. તેણે રજિસ્ટ્રાર જનરલ પાસેથી તમામ પેન્ડિંગ કેસો વિશે માહિતી માંગી હતી જેને હાઈકોર્ટે એક સાથે ક્લબ કરીને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પોતાની ટ્રાન્સફર અરજીમાં કહ્યું હતું કે, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ કેસ રાષ્ટ્રીય મહત્વનો છે અને તેની સુનાવણી હાઈકોર્ટમાં થવી જોઈએ.

આ પછી હાઈકોર્ટે મથુરાની નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદમાં મથુરાની વિવિધ અદાલતોમાં અનેક મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક સામાન્ય દાવો હતો કે, ઇદગાહ સંકુલ ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ ગણાતી જમીન પર બાંધવામાં આવ્યું હતું અને જ્યાં એક મંદિર પહેલેથી અસ્તિત્વમાં હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ