બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shrawan 2022 chant mahamrityunjay mantra include these things in daily puja lord shiv

તમારા કામનું / શ્રાવણની પૂજામાં દરરોજ કરો આ એક વસ્તુનો સમાવેશ, ભોલેનાથની રહેશે કૃપા, થશે ખાસ ફળની પ્રાપ્તી

Arohi

Last Updated: 07:54 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણમાં શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. દરરોજ શિવની પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

  • શ્રાવણમાં શિવની પૂજાનું વિશેષ મહત્વ
  • શિવ પૂજામાં આ વસ્તુઓનો કરો સમાવેશ 
  • સારા સ્વાસ્થ્યની થશે પ્રાપ્તી 

શ્રાવણનો મહિનો થોડા સમયમાં શરૂ થવાનો છે. આ મહિનો શિવપૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના આખા મહિનામાં જો ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે તો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ભક્તોનું જીવન સુખમય બની જાય છે. તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને સુંદર રહે છે. 

ભગવાન શિવની કૃપાથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભક્તો સાચા હૃદય અને પૂર્ણ ભક્તિ સાથે નિયમિત રીતે શિવની પૂજા કરે અને જો આ એક વસ્તુને તેમાં સામેલ કરવામાં આવે તો ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

આ મંત્રને નિયમિત શિવ પૂજામાં કરો સામેલ 
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવાથી ભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યાં જ તેનાથી શ્રીની વૃદ્ધિ અને આયુ રક્ષા પણ થાય છે. આ મંત્રના નિયમિત જાપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તીનું વરદાન આપે છે. ભક્તોએ ભગવાન શિવની રોજની પૂજામાં આ મંત્રનો સમાવેશ કરવો જોઈએ. આ મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક છે.

મહા મૃત્યુંજય મંત્ર (Maha Mrityunjay Mantra)
ऊं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।

મહા મૃત્યુંજય મંત્રના ફાયદા 
ભગવાન શિવના મહામંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવાથી ઉંમર વધે છે, રોગથી મુક્તિ અને ભયથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે પર્યાવરણની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.

મહામૃત્યુંજય મંત્રનો જાપ
રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતી વખતે એક વાટકી પાણીથી ભરેલી રાખો. જાપ પૂર્ણ કર્યા પછી આ પાણીને આખા ઘરમાં છાંટી દો. તેનાથી આખા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ