૬૫ વર્ષના એક વ્યક્તિનું કબજિયાતના કારણે મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચર્ચા જાગી છે.
65 વર્ષીય એક વ્યક્તિને હતી 10 દિવસથી કબજિયાતની સમસ્યા
દર્દી અગાઉથી જ હાર્ટની બીમારી ભોગવતો હોવાનું ખુલ્યું
ડોક્ટરની દવા બાદ દર્દીનું થયું મોત
કબજિયાત એ સૌથી સળગતી સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને લઈ દર્દીઓ મોતને ભેટતા હોય તેવા ભાગ્યે જ કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઈને લોકો તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ સમય જતા આ રોગ અનેક સમસ્યાનું ઘર બની શકે છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કબજિયાતને પગલે એક આધેડનું મોત નીપજ્યું હોવાથી અરેરાટી મચી છે.
દર્દી ભોગવતો હતો હાર્ટની બીમારી
'ધ સન'માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ વાત કરીએ તો 65 વર્ષીય એક વ્યક્તિ 10 દિવસથી કબજિયાતથી પીડાઈ રહ્યો હતો. જેને લઇને છાતીમાં દુખાવો, એસિડિટી અને ઉબકાની ફરિયાદે તેને ઘેરી લીધો હતો. બાદમાં તેને તબીબ પાસે જવાની નોબત આવી હતી. આ દરમિયાન ડોક્ટરની તપાસમાં સામે આવ્યું કે પરસેવાથી લથબથ આ દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી હતા અને તે અગાઉથી જ હાર્ટની બીમારી ભોગવતો હતો.હાર્ટની બીમારીને ધ્યાને લઇ તબીબે સામાન્ય દવા આપી હતી. જોકે આ દવા સહેજે પણ અસરકારક નિવડી ન હતી.
મળ ત્યાગતી વેળાએ આવ્યો એટેક
સારવારની કોઈ અસર ન જોઈને બાદમાં ડૉક્ટરે દવા વધારી અને ચાલવાની સલાહ આપી હતી. સાથે જ દર્દી રેક્ટલ એનિમા પર જોર દેતા દર્દીનું એટલી હદે મળ નીકળવા લાગ્યું કે આ વેળાએ તેને હાર્ટ એટેક આવી ગયો હતો. બાદમાં તબીબની અડધી કલાકની જહેમત બાદ પણ વ્યક્તિએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.