બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Shivam dubey after his outstanding performance in t20 series against afghanistan can replace hardik pandya in t20 worldcup

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની જગ્યા ગઈ? ધોનીની ટીમનો આ ખેલાડી બન્યો ફેવરિટ ઓલરાઉન્ડર

Vaidehi

Last Updated: 01:23 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની સામે ચાલી રહેલી ત્રણ મેચોની ટી20 ઈંટરનેશનલ સીરીઝ ઓલરાઉંડર શિવમ દુબે માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મેચમાં દુબે પોતાની બેટિંગ અને બોલિંગ બંનેથી ધમાલ મચાવી રહ્યાં છે. તેમના આ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

  • અફઘાનિસ્તાનની સામે ટી20 સીરીઝમાં એક ખેલાડીની વાહ-વાહ
  • શિવમ દુબેએ બોલિંગ અને બેટિંગ બંનેમાં મચાવી ધૂમ
  • હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપમાં રિપ્લેસ કરવાની ક્ષમતા ધરાવે છે દુબે

અફઘાનિસ્તાનની સામે હાલનાં સમયમાં ચાલી રહેલી ત્રણ મેચોની ટી20 ઈંટરનેશનલ સીરીઝ, ઓલરાઉંડર શિવમ દુબે માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. શિવમ દુબે આ ટી20 ઈંટરનેશનલ સીરીઝમાં પોતાની બલ્લેબાજી અને બોલિંગ બંનેથી ધૂમ મચાવી રહ્યાં છે જે બાદ તેમણે હાર્દિક પંડ્યા માટે મુશ્કેલી પેદા કરી દીધી છે. હાર્દિક પંડ્યા  વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની સામે મેચમાં ઘાયલ થયાં બાદથી ભારતીય ટીમમાં વાપસી નથી કરી શક્યાં. જ્યારે શિવમ દુબેએ તેમની જગ્યા ઘણી સારી રીતે પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે.

શું હાર્દિક પંડ્યાને શિવમ દુબે રિપ્લેસ કરશે?
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને અફઘાનિસ્તાનની સામે ત્રણ મેચોની ટી20 ઈંટરનેશનલ સીરીઝ રમવાનો મોકો મળ્યો છે. શિવમ દુબેએ આ મોકાનો ઘણો સારો ફાયદો ઊઠાવતાં ટી20 વર્લ્ડકપ 2024માં સિલેક્શનમાં પોતાની દાવેદારી રજૂ કરી છે. શિવમ દુબેએ અફઘાનિસ્તાનની સામે પહેલી ટી20 ઈંટરનેશનલ મેચમાં 40 બોલમાં 60 રનોની ઈનિંગ રમી અને આ સિવાય એક વિકેટ પણ હાસિલ કરી. જ્યારે બીજી ટી20 ઈંટરનેશનલ મેચમાં પણ દુબેએ 32 બોલમાં 63 રનોની ઈનિંગ રમી. શિવમ દુબેની ઈનિંગમાં 5 ચોગ્ગાં અને 4 છગ્ગા સામેલ રહ્યાં. દ્વિતીય મેચમાં પણ દુબેએ એક વિકેટ ચટકારી.

ટીમ ઈન્ડિયાનાં ફેવરેટ ઓલરાઉંડર બની ગયાં..
શિવમ દુબેએ પોતાનાં આ શાનદાર પર્ફોર્મન્સ બાદ મેનેજમેન્ટને તો ખુશ કરી જ દીધું છે પણ સાથે જ ક્રિકેટજગતનાં રસિકોમાં પણ તેઓ ફેવરેટ ખેલાડી બની ગયાં છે.  હવે હાર્દિક પંડ્યાની સામે શિવમ દુબે એક ચેલેન્જ છે. 2024 ટી20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટઈંડીઝ અને અમેરિકાની ધરતી પર રમવામાં આવશે. ટી20 વર્લ્ડ કપ પહેલાં આ ભારતની છેલ્લી ઈંટરનેશનલ સીરીઝ છે. દુબેએ મોકાનો ફાયદો ઊઠાવતાં ટી20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે હવે આ તો સિલેક્ટર્સનો નિર્ણય રહેશે કે ટી20 વર્લ્ડ કપ 2024 માટે શિવમ દુબેને સિલેક્ટ કરવામાં આવશે કે પછી હાર્દિકને સ્થાન આપવામાં આવશે.

વધુ વાંચો:મેચ હારીને પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી કાઢ્યો, T20 ક્રિકેટમાં પ્રથમવાર થયું આ કારનામું

શિવમ દુબેને રોહિત શર્માનો સપોર્ટ
ઓલરાઉંડર શિવમ દુબેને કેપ્ટન શર્માનો સપોર્ટ છે. રોહિત શર્મા પણ શિવમ દુબેનાં પ્રદર્શનથી અત્યંત ખુશ નજર આવતાં હોય છે. અફઘાનિસાતન સામેની દ્વિતીય ટી20 ઈંટરનેશનલ મેચ જીતીને સીરીઝ સીલ કર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે- દુબે એક મોટો માણસ છે, અત્યંત શક્તિશાળી છે અને સ્પિનરોનો સામનો પણ કરી શકે છે. આ જ એમનો રોલ છે અને તેમણે આપણાં માટે 2 મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ