બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / She Opened Bank Locker After A Year. Termites Ate 18 Lakh Cash She Stored

ઉધઈ મૂકે / દીકરીના લગ્ન માટે ભેગા કરી રાખેલા 18 લાખ ઉધઈ ખાઈ ગઈ, નોટો માટી કરી નાખી, ક્યાં રાખ્યાં હતા?

Hiralal

Last Updated: 06:02 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મોરાદાબાદમાં ઉધઈના પાપે એક મહિલાને ભીખારી થવાનો વારો આવ્યો. આ મહિલાના બેન્ક લોકરમાં રાખેલા 18 લાખની નોટો ઉધઈ ચાવી ગઈ હતી.

  • યુપીના મુરાદાબાદમાં ઉધઈના પાપે મહિલા ભીખારી થઈ
  • બેન્ક લોકરમાં રાખેલા 18 લાખ રુપિયા ઉધઈ ખાઈ ગઈ
  • દીકરીના લગ્ન માટે પાઈ પાઈ કરીને ભેગા કર્યાં હતા 

ઉધઈ આમ તો એક નાનો જીવ ગણાય છે પરંતુ કામ તેનું અતિ ભયાનક છે અને ભયાનક એટલું કે તેના હાથમાં જે આવે તેને તે તબાહ કરીને જ મૂકે છે. હવે ઉધઈ 18 લાખની ચલણી નોટો કાતરી ગયાની એક ચોંકાવનારી ઘટના બની છે. ઉધઈ ઘરનું ફર્નિચર તો ખાઈને ખોખલું કરી નાખે છે પરંતુ આવતાં હાથમાં ચલણી નોટોનું પણ નામોનિશાન મીટાવે દે તેવી છે માટે ચલણી નોટોને ઉધઈથી બચાવજો. 

યુપીના મુરાદાબાદમાં ઉધઈના પાપે મહિલા ભીખારી થઈ
અલકા પાઠક નામની મહિલાએ મુરાદાબાદમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં લોકરમાં 18  લાખ રુપિયા રાખ્યાં હતા. અલકાએ નાની દીકરીના લગ્ન માટે પાઈ-પાઈ બચાવીને કરીને આ રુપિયા ભેગા કર્યાં હતા અને લોકરમાં બચાવી રાખ્યાં હતા જેથી દીકરીના લગ્ન વખતે તે કામમાં આવે. તેને જ્યારે પૈસાની જરુર પડી ત્યારે તે લોકરમાં ગઈ હતી, લોકર ખોલીને જોતા તે ધબકારો ચૂકી ગયો તેવું લાગ્યું. 18 લાખની નોટો ઉધઈ ખાઈ ગઈ હતી અને લોકરમાં નકરી માટી પડેલી જોવા મળતી હતી. અલકાએ પૈસાની સાથે લોકરમાં દાગીના પણ રાખ્યાં હતા જોકે દાગીનાને કંઈ થયું નહોતું. નોટો કાગળની હોવાથી ઉધઈ ચટ કરી ગઈ હતી. 

શું બોલી અલકા પાઠક 
રામગંગા વિહારની આશિયાના કોલોનીની રહેવાસી અલકા પાઠકનું રામગંગા વિહારમાં બેંક ઓફ બરોડા શાખામાં ખાતું છે. અલકાએ બેંકમાં જ એક લોકર પણ લીધું છે. ઓક્ટોબર 2022માં અલકાએ દીકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં લોકોએ આપેલા કવરમાંથી જે પણ પૈસા આવ્યા, અને કેટલાક દાગીના લોકરમાં રાખવામાં આવ્યા હતા.
અલકાએ કહ્યું કે તેનો બેડ સપ્લાયનો નાનો ધંધો છે. તે બાળકોને ટ્યૂશન પણ ભણાવે છે. તેની પાસેથી મળેલા પૈસા પણ બીજી પુત્રીના લગ્ન માટે બેંક લોકરમાં રાખવામાં આવ્યા હતા. 25 સપ્ટેમ્બર, સોમવારે બેંકે કેવીસી અને એગ્રીમેન્ટ રિન્યૂઅલની માંગણી કરી હતી. બેન્કમાં પહોંચ્યા બાદ અલકાએ લોકર ખોલ્યું તો તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઊધઈ તેમની બધી જ નોટો ખાઈ ગઈ હતી. 

મેનેજરે કેસની તપાસનું કહ્યું 
અલકાએ કહ્યું કે આ વાતની તેણે બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ જાણકારી શેર કરવામાં આવશે. અલ્કાએ મંગળવારે મીડિયા સાથે આ માહિતી શેર કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ