બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / share market update sensex jumps 984 points nifty at 16900

શેરબજારમાં તેજી / રોકાણકારોને થયો આટલાં લાખ કરોડનો ફાયદો, સેન્સેક્સ-નિફ્ટી બમ્પર ઉછાળા સાથે ખુલ્યા

Dhruv

Last Updated: 12:14 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના કારણે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 950 પોઈન્ટથી વધુ મજબૂત થયો છે. જ્યારે નિફ્ટી 16,900 ને પાર ચાલ્યો ગયો.

  • શેરબજારમાં ફરી તેજી જોવા મળી
  • રોકાણકારોને થયો 4 લાખ કરોડનો ફાયદો
  • સેન્સેક્સ-નિફ્ટી બમ્પર ઉછાળા સાથે ખુલ્યા

બેંક, ઓટો, આઈટી, મેટલ અને ફાઈનાન્શિયલ શેરોમાં જોરદાર ખરીદીના કારણે બજારને સારો એવો સપોર્ટ મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 745 પોઈન્ટના વધારા સાથે 56,522 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 191 પોઈન્ટના ઉછાળા સાથે 16,854 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 100 ડૉલર પ્રતિ બેરલ નજીક આવી જતાં શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. બજારમાં તેજી આવતા જ રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 1.11 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 1.15 ટકા મજબૂત થયો છે.

સરકાર ટૂંક સમયમાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી શકશે

રશિયાથી ભારતમાં સસ્તું ક્રૂડ ઓઈલ આવશે. સરકાર ટૂંક સમયમાં જ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી શકે છે. રશિયા તેલ અને વીમા પહોંચાડવાની જવાબદારી લઈ શકે છે. સરકારે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. રશિયા સાથે વાતચીત ચાલુ છે. સરકાર રશિયા પાસેથી લગભગ 4 મિલિયન બેરલ તેલ આયાત કરી શકે છે. રશિયાથી આવતું તેલ કુલ તેલની આયાતના લગભગ 2 ટકા હશે. સરકાર રશિયા સાથે રૂપિયા-રુબલમાં લેણદેણ કરી શકે છે. ડોલર સામે રૂબલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

એશિયન બજારોમાં મજબૂતાઈ

એશિયન બજારોમાં મજબૂતાઇ જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં લગભગ 1.5 ટકાનો વધારો થયો છે. Nikkei 225 માં 1.5 ટકા અને હેંગસેંગમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 1 ટકા વધ્યો છે. કોસ્પી અને શાંઘાઈ કંપોઝિટ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે.

રોકાણકારોને થયો અંદાજે 4 લાખ કરોડનો નફો

બજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મંગળવારનાં રોજ BSE લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ મંગળવારે 2,51,66,630.06 કરોડ રૂપિયા હતું, જે બુધવારે રૂ. 3,38,897.99 કરોડ વધીને રૂ. 2,55,05,528.05 કરોડ થઇ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ