Share Market Opening With Green Mark Nifty above 12000 and Sensex also goes high
માર્કેટ /
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી, ઔદ્યોગિક મંદી વચ્ચે બજાર ઉંચુ જતાં શેરધારકોમાં નવાઈ
Team VTV10:30 AM, 28 Nov 19
| Updated: 10:50 AM, 28 Nov 19
અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે આજે શેરબજાર ઉછાળા સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 101. 19 અંક એટલે કે 0.25 ટકાના વધારા સાથે 41,121.80ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27.30 અંક એટલે કે 0.23 ટકાના વધારાની સાથે 12,128ના સ્તરે ખૂલ્યો હતો.
ગુરુવારની સવારે શેરબજારમાં આવ્યો ઉછાળો
નિફ્ટી 0.23 ટકાના વધારા સાથે 12,128એ ખૂલ્યો
સેન્સેક્સ 0.23 ટકાના વધારા સાથે 41,121.80એ ખૂલ્યો
આવી રહી પ્રમુખ શેરોની સ્થિતિ
દિગ્ગજ શેરની વાત કરીએ તો યસ બેંક, ઈંફ્રાટેલ, સિપ્લા, જી લિમિટેડ, યૂપીએલ, ટાટા સ્ટીલ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યૂ સ્ટીલ અને અલ્ટ્રાટેક સીમેન્ટના શેર ઉછાળા સાથે ખૂલ્યા હતા. જ્યારે ઘટાડા વાળા શેરની વાત કરીએ તો તેમાં હીરો મોટોકોર્પ, વેદાંતા લિમિટેડ, હિંદુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, વિપ્રો, આઈઓસી, ટાટા મોટર્સ અને ટાઈટનના શેર પણ સામેલ છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર
સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો એફએમસીજી સિવાય દરેક સેક્ટર્સ ગ્રીન નિશાન સાથે ખૂલ્યું હતું. તેમાં મીડિયા, રિયલ્ટી, મેટલ, ઓટો, ફાર્મા, પીએસયૂ બેંક, આઈટી અને પ્રાઈવેટ બેંક સામેલ છે.
પ્રી ઓપન સમયે આ હતો શેરમાર્કેટનો હાલ
પ્રી ઓપનના સમયે સવારે 9.10 મિનિટે શેર માર્કેટ ઉછાળા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 140. 93 અંક એટલે કે 0.34 ટકાના વધારા બાદ 41, 161.54ના સ્તરે હતું. જ્યારે નિફ્ટી 31.40 અંક એટલે કે 0.26 ટકાના વધારા સાથે 12.132.10ના અંક પર હતો.
71.32ના સ્તરે ખૂલ્યો રૂપિયો
ડોલરની સરખામણીએ રૂપિયો 71.32ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે છેલ્લા કારોબારી દિવસે ડોલરની સરખામણીએ રૂપિયો 71.35ના સ્તરે બંધ થયો હતો.
છેલ્લા કારોબારી દિવસે વધારા સાથે ખૂલ્યું બજાર
છેલ્લા કારોબારી દિવસે શેર બજાર વધારા સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 185.41 અંક એટલે કે 0.45 ટકાના વધારાની સાથે 41,006.71ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 33.80 અંક એટલે કે 0.28 ટકાના વધારા બાદ 12,071.50ના સ્તરે ખૂલ્યો હતો.
બુધવારે 41,020.61ના સ્તરે બંધ થયો હતો સેન્સેક્સ
બુધવારે સેન્સેક્સ 199.31 અંક એટલે કે 0.49 ટકાના વધારાની સાથે 41,020.61ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 63 અંક એટલે કે 0.52 ટકાના વધારા બાદ 12,100.70 ના સ્તરે બંધ થયો હતો.