બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:48 PM, 31 January 2024
ADVERTISEMENT
આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. બજેટનાં એકદિવસ પહેલાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બેંકિંગ, FMCG, સેક્ટરનાં સ્ટોક્સમાં આજે ભારે ખરીદી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે ટ્રેડિંગ ક્લોઝ થવા પર સેંસેક્સ 612 અંકોની તેજીની સાથે 71752 અને નેશનલ સ્ટોક એક્સચેંજનાં નિફ્ટી 204 અંકોનાં ઊછાળા સાથે 21725 અંકો પર બંધ થયું.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર બંધ
શેરબજારમાં તેજીને જોતાં રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઊછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કપ 379.57 લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ હાઈ પર ક્લોઝ થયું છે. આજે ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 4.19 લાખ કરોડ રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: નોકરી કરતાં લોકો માટે કામનું ગણિત: અપનાવો 50/30/20 બજેટ ફોર્મ્યુલા, ખર્ચા બાદ પણ આરામથી થશે બચત
સેક્ટરની સ્થિતિ
આજે ટ્રે઼ડિંગમાં તમામ સેક્ટર્સનાં સ્ટોક્સમાં તેજી જોવા મળી. બેંકિંગ સ્ટોક્સમાં ભારે ખરીદી જોવા મળી છે. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, FMCG, મેટલ, એનર્જી, ઈંફ્રા, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસનાં સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી છે. આજનાં ટ્રેડિંગમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ભારે ખરીદીને લીધે બંને ઈંડેક્સ શાનદાર ઊછાળા સાથે બંધ થયાં. સેંસેક્સનાં 30માંથી 26 શેરોમાં તેજી જોવા મળી જ્યારે 4 ઘટાડા સાથે બંધ થયાં. જ્યારે નિફ્ટીનાં 50 શેરોમાં 46 સ્ટોક્સ લીલી નિશાની પર જ્યારે 4 રેડ સાઈન પર બંધ થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.