બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Shankaracharya of Tamil Nadu Math supports PM Modi

સમર્થન / તમિલનાડુ મઠના શંકરાચાર્યએ કર્યું PM મોદીનું સમર્થન, પ્રાણ પ્રતિષ્ઠાની સાથે આયોજીત કરાશે 40 દિવસનો ખાસ યજ્ઞ

Kishor

Last Updated: 05:31 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુ મઠના શંકરાચાર્યએPM મોદીને સમર્થન આપ્યું છે. જેના ભાગરૂપે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે 40 દિવસનાં ખાસ યજ્ઞનું આયોજન કરાયું છે.

  • તમિલનાડુ મઠના શંકરાચાર્યએ પીએમ મોદીને કર્યું સમર્થન
  • જીવન સન્માન સાથે 40 દિવસનો વિશેષ યજ્ઞ યોજશે

સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે તામિલનાડુના કાંચીપુરમ સ્થિત કાંચી કામકોટિ મઠના શંકરાચાર્યએ એલાન કર્યું છે કે તેને પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીની યજ્ઞશાળાઓમાં 40 દિવસની વિશેષ પુજાનું આયોજન કરશે.

40 દિવસ સુધી ચાલશે યજ્ઞ
વિપક્ષ તરફથી એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચારેય પીઠના શંકરાચાર્યએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ વચ્ચે કાંચી કામકોટિ મઠના શંકરાચાર્યએ મોટુ એલાન કર્યું છે. જાણકારી અનુસાર 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે આ યજ્ઞની શરૂઆત થશે જે આગામી 40 દિવસ સુધી ચાલશે.

શંકરાચાર્ય વિજયેન્દ્ર સારસ્વતે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠના દિવસે કાશી સ્થિત અમારી યજ્ઞાશાળામાં 40 દિવસ સુધી વિશેષ પુજા કરવામાં આવેશે. તેમને કહ્યું કે ભગવાન રામના આશિર્વાદથી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અમારા કાશી સ્થિત યજ્ઞશાળામાં આ અવસર પર 40 દિવસની વિશેષ પૂજા કરવામાં આવશે. જે રામ મંદિર કાર્યક્રમની સાથે જ શરૂ થશે. પૂજા વૈદિક વિદ્વાનોના માર્ગદર્શનમાં થશે. જેમાં લક્ષ્મીકાંત દિક્ષીત પણ સામેલ છે. 100થી વધુ પુજારી આ દરમિયાન પૂજા અને હવન કરશે.

પીએમ મોદીના કર્યા વખાણ
આ દરમિયાન શંકરાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદી દેશભરના તીર્થ સ્થળો અને પરિસરોના વિકાસ પર ખુબ જ ભાર આપી રહ્યાં છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોમાં વિકાસ અને વિસ્તાર થયો છે.

વધુ વાંચો: ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિરમાં કરી રહ્યાં છે દાન, જાણો ડોનેશનની પ્રોસેસ

શું છે કાંચી કામકોટિ પીઠ?
અત્યાર સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે 4 આદિ પીઠ અને ચાર શંકરાચાર્ય વિશે વાત કરવામાં આવી રહી હતી. પણ હવે એક નવા શંકરાચાર્યનું નામ સામે આવ્યું છે. જેને લઈને ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે.. આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મના પ્રસાર માટે દેશની ચાર દિશાઓમાં ચાર પીઠની સ્થાપના કરી હતી. જેના પ્રમુખને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ ચાર પ્રમુખ દ્વારકા, જ્યોતિષ, ગોવર્ધન અને શ્રૃંગેરી પીઠ છે. પરંતુ તામિલનાડુના કાંચિ કામકોટિ પીઠ પણ મહાપીઠનો દાવો કરી રહી છે અને અહિંયાના શંકરાચાર્ય ખુદને અન્ય ચાર શંકરાચાર્યની જેમ માને છે. જો કે પ્રમુખ ચાર પીઠના શંકરાચાર્ય તેને શંકરાચાર્ય માનતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ