બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Senior Citizen Savings Scheme secure place to invest

રોકાણ / Senior Citizen Savings Scheme, સરકારની આ બચત યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે બેસ્ટ

Bhavin Rawal

Last Updated: 03:20 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને સરકારની આ ખાસ યોજના જે સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે શરૂ કરવામાં આવી છે, તેની વાત કરીશું. આ યોજનાની મજજથી તમે ટેક્સ પણ બચાવી શકો છો અને સારું રિટર્ન પણ મેળવી શકો છો.

સરકાર દેશના વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ યોજના ચલાવી રહી છે. જેમાં સિનિયર સિટીઝનને તેમના રોકાણ પર 8.2 ટકાનું વ્યાજ મળે છે. કેન્દ્ર સરકારે આ ક્વાર્ટર માટે એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2024 માટે આ યોજનાના વ્યાજમાં કોઈ ઘટાડો કર્યો નથી. આજે અમે તમને સરકારની આ ખાસ યોજના જે સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે શરૂ કરવામાં આવી છે, તેની વાત કરીશું. આ યોજનાની મજજથી તમે ટેક્સ પણ બચાવી શકો છો અને સારું રિટર્ન પણ મેળવી શકો છો.

કોના માટે છે આ યોજના?
-    સરકારની Senior Citizen Savings Scheme યોજનાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે, જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. એટલે કે આ યોજનાનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકો જ મેળવી શક્શે.
-    આ ઉપરાંત જો તમારી ઉંમર 55 વર્ષ કરતા વધુ છે, જે સ્વૈચ્છિક રીરે નિવૃત્ત થયા છે, અથવા તો વિશેષ સ્વૈચ્છિક યોજના અંતર્ગત સેવાનિવૃત્ત થયા છે, તેવા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
-    જે નાગરિકોની ઉંમર 50 વર્ષ કરતા વધારે છે અને જેઓ સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે, પરંતુ નાગરિક સુરક્ષાનો ભાગ નથી અથવા તો એવા નાગરિકો જેઓ વહેલા નિવૃત્ત થવા ઈચ્છે છે, પરંતુ SCSS ભથ્થાનો ઉપયોગ નથી કરી શક્તા, તેવા બધા જ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

 

કેટલી રકમનું રોકાણ કરશો?
-    સરકારે 2023ના બજેટમાં Senior Citizen Savings Scheme ની મહત્તમ રોકાણ મર્યાદાને 30 લાખ રૂપિયા કરી છે.
-    સાથે જ અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જો ખાતાધારક કોઈ કારણસર મૃત્યુ પામે છે, તો તેમના પતિ, પત્ની અથવા તો જે પણ નોમિની છે, તેઓ પોસ્ટ ઓફિસને અથવા તો બેન્કની શાખાને જાણ કરીને SCSS યોજનાનો લાભ મેળવી શકે છે.

વધુ વાંચો: Youtube પરથી ખેડૂતે અજમાવ્યો જોરદાર આઈડિયા: ઉગાડ્યું વિદેશી ફળ, હવે કરે છે લાખોમાં કમાણી

કેટલા સમય માટે ખોલાવવું પડશે અકાઉન્ટ?
-    સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અંતર્ગત પૈસા જમા કરવવાની સમય મર્યાદા 5 વર્ષ છે, જેને તમે બીજા 3 વર્ષ માટે લંબાવી પણ શકો છો.
-    આગળ જણાવ્યું તે પ્રમામે સરકાર દર ત્રણ મહિને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજદર નક્કી કરે છે. પરંતુ ચાલુ કવાર્ટરમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
-    આ સ્કીમમાં પૈસા રોકવા પર તમને 8.2 ટકા લેખે વ્યાજ મળે છે. આ વ્યાજ દરેક ત્રણ મહિને જમા થાય છે, જે ટેક્સેબલ છે.
-    જો તમે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અંતર્ગત ખાતું ખોલવા ઈચ્ચો છો, તો તમે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. આ માટે તમારે જરૂરી KYC દસ્તાવેજ, તમારા ફોટોઝ અને નિવૃત્તિ અંગેના દસ્તાવેજ જમા કરાવવા પડશે.
-    તમે આ સ્કીમમાં એક કરતા વધારે અકાઉન્ટ ખોલીને પણ રોકાણ કરી શકો છો. પરંતુ બધા જ અકાઉન્ટમાં થઈને રોકાણની રકમ 30 લાખ કરતા વધુ ન હોવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ