બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Security agencies on alert after PM Modi's death threat: Ahmedabad stadium threatened to blow up

મોટા સમાચાર / PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી: અમદાવાદનું સ્ટેડિયમ પણ ઉડાવી નાંખવાની ધમકી, 500 કરોડ રૂપિયા માંગ્યા; સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

Vishal Khamar

Last Updated: 08:06 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે. મેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વર્લ્ડ કપ ક્રિકેટ મેચો રમાવાની છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી જાનથી મારી નાંખવાની ધમકી
  • NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી
  • ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને લોરેન્સ બિશ્નોઈની મુક્તિની કરી માંગણી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈની મુક્તિની માંગણી કરી છે. NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે.

ધમકીભર્યો મેલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે.ત્યારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ઉદ્ઘાટન મેચ ગુરુવારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે જ ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસે ધમકી ભર્યા ઈમેઈલ આવ્યા બાદ એલર્ટ
મળતી માહિતી  મુજબ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મુંબઈ પોલીસને ધમકી ભર્યા ઈમેઈલ મામલે એલર્ટ કરી છે. સાથે સાથે ગુજરાત પોલીસ સિવાય વડાપ્રધાનની સુરક્ષા સબંધિત તમામ એજન્સીઓ સાથે આ જાણકારી શેર કરવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે. ત્યારે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પાંચ ક્રિકેટ મેચ યોજાવાની છે. 

લોરેન્સ બિશ્નોઈ જેલથી ચલાવી રહ્યા છે તેની ગેંગ
લોરેન્સ બિશ્નોઈ વર્ષ 2013 થી જેલમાં બંધ છે. તે જેલની અંદરથી જ તેની ગેંગ ચલાવી રહ્યો છે. તેની પર પંજાબી ગાયક કલાકાર સિદ્દુ મૂસેવાલની હત્યા સહિત અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે.  આ પહેલા તેણે બોલિવુડ કલાકાર સલમાન ખાનને જેલમાંથી છોડવાને લઈ ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે એમનો સમાજ કાળા હિરણની હત્યના ઘટનાને લઈ સલમાન ખાનથી નારાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ