બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Scientists Capture Plants "Talking" To Each Other For The First Time

OMG / VIDEO : ગજબ ! પહેલી વાર બે છોડ વાતો કરતાં જોવા મળ્યાં, વૈજ્ઞાનિકોએ રેકોર્ડ કર્યો વીડિયો

Hiralal

Last Updated: 04:34 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનના વૈજ્ઞાનિકોએ બે છોડવાઓ વચ્ચેની વાતચીત પહેલી વાર કેમેરામાં ઝડપી છે.

  • છોડવાઓ પણ વાતો કરી શકે છે તે વાત સાચી નીકળી
  • જાપાનના વૈજ્ઞાનિકોની બે છોડ વચ્ચેની વાતો કેમેરામાં ઝડપી
  • છોડવાઓને એકબીજાને કેમિકલ સિગ્નલો મોકલે છે 

ભારતના મોટા વૈજ્ઞાનિકોમાંના એક જગદીશચંદ્ર બોસે છોડવાઓ પણ વાતો કરતાં હોવાનું કહ્યું હતું. તેમની આ વાત સાચી નીકળી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પહેલી વાર બે છોડવાઓ વચ્ચેની વાતો રેકોર્ડ કરી છે જેમાં એક છોડ કેમિકલ રિએક્શન છોડીને બીજા છોડ સાથે વાતો કરતો જોવા મળ્યો હતો. જાપાનના વૈજ્ઞાનિકોની ટીમે એક અવિશ્વસનીય શોધ કરી છે, જેમાં છોડ એકબીજા સાથે "વાત" કરતા હોય તેવા વાસ્તવિક સમયના ફૂટેજ કબજે કર્યા છે. સાયન્સ એલર્ટના જણાવ્યા અનુસાર, છોડ હવાજન્ય સંયોજનોના સૂક્ષ્મ ધુમ્મસથી ઘેરાયેલા હોય છે, જેનો તેઓ સંદેશાવ્યવહાર કરવા માટે ઉપયોગ કરે છે. આ સંયોજનો ગંધ જેવા હોય છે અને છોડને નજીકના જોખમની ચેતવણી આપે છે. જાપાની વૈજ્ઞાનિકો મારફતે રેકોર્ડ કરવામાં આવેલા વિડિઓમાં જાહેર કરવામાં આવ્યું છે કે છોડ આ હવાઈ એલાર્મ્સને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને તેનો પ્રતિસાદ આપે છે.

છોડવાઓ વચ્ચેની વાતચીતને કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી 
છોડવાઓ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાનિકોએ પાંદડા અને કેટરપિલરના પાત્ર સાથે જોડાયેલા એર પંપનો ઉપયોગ કર્યો હતો, અને અન્ય એક બોક્સનો ઉપયોગ કર્યો હતો જેમાં એક પ્રકારનું ઘાસ હતું. કેટરપિલર્સ (ઈયળો) ને ટામેટાના છોડવાઓમાંથી કાપવામાં આવેલા પાંદડાઓ ખાવા દેવામાં આવ્યાં હતા અને વૈજ્ઞાનિકોએ તેમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી હતી. લીલા પાંદડાને ચમકાવનાર બાયોસેન્સર ડિટેક્ટ કરવામાં આવ્યાં હતા. કેલ્શિયમ સિંગ્નલિંગ માનવ કોષો જેવી વસ્તુ છે, જે પણ વાતચીત કરવા ઉપયોગ કરે છે. 

જગદીશચંદ્ર બોસની વાત સાચી પડી
ભારતના મોટા વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોસની વાત સાચી પડી હતી. બોસે તેમના જીવનકાળ દરમિયાન કરેલા સંશોધન પરથી એવું કહ્યું હતું કે છોડવાઓમાં પણ પ્રાણ હોય છે અને તેઓ પણ એકબીજા સાથે સાંકેતિક ભાષામાં વાત કરતાં હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ