બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Schools closed, trains delayed, flights diverted.. Cold spell, rain and cold flashes forecast in the country

કોલ્ડવેવ / સ્કૂલો બંધ, ટ્રેનો મોડી, ફ્લાઈટ ડાયવર્ટ..દેશમાં ઠંડીનો કહેર, વરસાદ અને ઠંડીના ચમકારાની આગાહી

Priyakant

Last Updated: 08:18 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cold Wave Latest News: ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની અસર ફ્લાઈટ્સ અને ટ્રેનો પર, અનેક જગ્યાએ શાળાઓમાં રજા જાહેર, હવામાન વિભાગની આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના

  • દેશમાં મંગળવારની રાત આ વર્ષની સૌથી ઠંડી રાત રહી 
  • હવામાન વિભાગની આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના 
  • દિલ્હી એનસીઆર સહિત યુપી, બિહાર અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ સર્જાઈ

Cold Wave : મંગળવારની રાત આ વર્ષની સૌથી ઠંડી રાત રહી છે. લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો અને આજે છ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. મહત્તમ તાપમાન પણ 16 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. જેના કારણે દિલ્હી એનસીઆર સહિત યુપી, બિહાર અને રાજસ્થાનમાં ઠંડા દિવસની સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશમાં પણ ઠંડીના કારણે ગંભીર સ્થિતિ હતી. આ વર્ષમાં પહેલીવાર થુસારા પણ સોમવારે પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ  ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાનની ગતિવિધિઓ પર નજર રાખતી વેબસાઇટ સ્કાયમેટ વેધર ડોટ કોમના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે. સંકળાયેલ ચક્રવાત પરિભ્રમણ મધ્ય-ટ્રોપોસ્ફેરિક સ્તર સુધી વિસ્તરે છે. 2 જાન્યુઆરી સુધીમાં તે ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આ કારણે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, ઝાંસી, પ્રયાગરાજ, આગ્રા, જાલૌન, મહોબા, ઈટાવા, લલિતપુર, બાંદા, સોનભદ્ર અને મિર્ઝાપુરમાં વરસાદની આગાહી કરી છે.

વેબસાઈટ અનુસાર છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો મોટો હિસ્સો ગાઢ ધુમ્મસની લપેટમાં રહ્યો હતો. હરિયાણા, દિલ્હી અને બિહાર, ઝારખંડના જુદા જુદા ભાગોમાં સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે. પંજાબ અને હરિયાણામાં ઠંડીના મોજાને જોતા સત્તાવાર રીતે કોલ્ડ ડે જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્યપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારો પણ ઠંડીની લપેટમાં રહ્યા હતા.

આજનો દિવસ કેવો રહેશે ?  
મંગળવારની સ્થિતિને જોતા હવામાન વિભાગે લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવી જ રીતે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 4 જાન્યુઆરીથી વરસાદ પડી શકે છે. જોકે પંજાબ અને હરિયાણામાં આગામી 48 કલાક સુધી ગાઢ ધુમ્મસ રહેશે. આવી જ સ્થિતિ ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી રહેવાની છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર સહિત સમગ્ર ઉત્તર પૂર્વ ભારત મંગળવારે ગાઢ ધુમ્મસ હેઠળ રહેશે.

વધુ વાંચો: પવનના સૂસવાટા વચ્ચે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવી પડશે ઠંડી? જાણો શું છે આગાહી

નવા વર્ષની શરૂઆતમાં જ શિયાળાની આકરી અસર 
દેશમાં નવા વર્ષની શરૂઆતથી જ શિયાળાની આકરી અસર જોવા મળી રહી છે.  દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. ઘણી ટ્રેનો અને ફ્લાઈટોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ગ્રેટર નોઇડા નોઇડા જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માએ તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જાહેર હિતમાં આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને ગૌતમ બુદ્ધમાં ચાલતી તમામ બોર્ડ-સંલગ્ન શાળાઓમાં (ક્લાસ નર્સરીથી 8 સુધી) 6 જાન્યુઆરી સુધી રજાઓના આદેશો જાહેર કર્યા છે. આ સિવાય દિલ્હી, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં પણ આવા જ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

ક્યાં બંધ રહેશે શાળાઓ ?
રાજધાની દિલ્હીમાં નવા વર્ષની શરૂઆતથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર  કરવામાં આવ્યો હતો અને 6 જાન્યુઆરી સુધી તેનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે દિલ્હીમાં શિયાળુ વેકેશન 6 દિવસનું છે કારણ કે નવેમ્બર મહિનામાં પ્રદૂષણને કારણે શાળાઓ બંધ કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપને જોતા યુપી સરકારે 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2024 સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. આ સિવાય રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડીના કારણે 25 ડિસેમ્બરથી શાળાઓમાં રજાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં 6 જાન્યુઆરીએ શાળાઓ ખોલવામાં આવશે. હરિયાણામાં 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન રહેશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પહાડી રાજ્યમાં ઠંડી અને હિમવર્ષાના કારણે લોકોની હાલત ખરાબ છે. ડિરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન જમ્મુએ તમામ શાળાઓને 29મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

આ ટ્રેનોને પણ થઈ અસર 
તીવ્ર ઠંડી અને ધુમ્મસની અસર ટ્રેનો પર પણ જોવા મળી રહી છે. જેના કારણે મંગળવારે દિલ્હીમાં 26 ટ્રેનો મોડી પડી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં મોડી પહોંચતી ટ્રેનોમાં ભોપાલ-નિઝામુદ્દીન, બેંગલુરુ-નિઝામુદ્દીન, ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની, રાણીકમલાપતિ ભોપાલ-નવી દિલ્હી, હાવડા-નવી દિલ્હી દુરંતો, ચેન્નાઈ-નવી દિલ્હી, પુરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ, કાનપુર-નવી દિલ્હીનો સમાવેશ થાય છે. દિલ્હી શ્રમશક્તિ, હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ, સહરસા-નવી દિલ્હી વૈશાલી એક્સપ્રેસ, રીવા-આનંદ વિહાર એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ફ્લાઈટ પર પણ પહોંચી અસર
ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની અસર ફ્લાઈટ્સ પર પણ જોવા મળી હતી. જેના કારણે દેશમાં ઘણી જગ્યાએ ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી. હૈદરાબાદના જીએમઆર એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ હવામાન અને નબળી દૃશ્યતાના પરિણામે, મંગળવારે આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી અને 12 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. છેલ્લા અઠવાડિયાથી ખરાબ હવામાનના કારણે કામગીરી પ્રભાવિત થઈ છે.  

ક્યાં કેટલી વિઝીબિલીટી ? 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જાન્યુઆરીએ 11:30 વાગ્યે પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલી-25, ઝાંસી-200. પૂર્વીય ઉત્તર પ્રદેશ: વારાણસી-50, લખનૌ અને ગોરખપુર-200 અને પ્રયાગરાજ-500માં વિઝિબિલિટી નોંધાઈ હતી. પૂર્વી રાજસ્થાનનું અજમેર-50, કોટા અને જયપુર-500, પશ્ચિમ રાજસ્થાન: ગંગાનગર અને ચુરુ-500. જમ્મુમાં 200, અંબાલા-200, હરિયાણામાં હિસાર-500, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગુના-200, ગ્વાલિયર અને ભોપાલ-500, પૂર્વ મધ્ય પ્રદેશમાં સાગર-200 અને બિહારના પટનામાં 500 વિઝિબિલિટી નોંધાઈ હતી. પંજાબના અમૃતસર અને પટિયાલામાં 500 અને દિલ્હીના સફદરજંગ અને પાલમમાં 500 નોંધાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ