બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Saurashtra victory necessary to become 'King'

ગુજ 'રાજ' 2022 / 2017માં BJPને 99 પર અટકાવી દેનાર સૌરાષ્ટ્રમાં આ વખતે કેવા સમીકરણ? પાટીદારની સાથે OBC કાર્ડ ચાલશે!

Malay

Last Updated: 03:18 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલીવાર ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રની 48 બેઠકો મહત્વની ભૂમિકા ભજવશે.

  • કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે આમ આદમી પાર્ટી
  • 'કિંગ' બનવા માટે જીતવું જ પડશે સૌરાષ્ટ્ર!
  • 40 સીટો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં લાગેલા છે. રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે, તેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકોના પરિણામોની ભૂમિકા મહત્વની બની રહેશે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો આ વિસ્તારમાંથી આવે છે, જ્યાં પાટીદારો અને અન્ય પછાત વર્ગો (OBC)ની નોંધપાત્ર વસ્તી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રની 48માંથી 28 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012 કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી 15 બેઠકો મળી હતી. 

આ વખતે કોંગ્રેસની પાસે નથી કોઈ મોટો મુદ્દો
રાજકીય નિરીક્ષકોએ સૌરાષ્ટ્રમાં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન માટે 2015ના પાટીદાર અનામન આંદોલનને જવાબદાર ઠેરવ્યું હતું, જેના દ્વારા ભાજપ સરકારને નિશાન બનાવામાં આવી હતી. નિરીક્ષકોનું માનવું છે કે, આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સીટની સંખ્યામાં ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ બેઠકોની સંખ્યા સુધારવી અથવા તેને જાળવી રાખવી એ કોંગ્રેસ માટે એક મોટો પડકાર હશે, કારણ કે આ વખતે પાટીદાર અનામત આંદોલન જેવો કોઈ મુદ્દો નથી, જે લોકોને કોંગ્રેસની તરફ લાવવા માટે ભાવનાત્મક આધાર તરીકે કામ કરશે. જોકે, 40થી વધુ સીટો પર મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ છે. 

ભાજપ, કોંગ્રેસ માટે AAP સૌથી મોટો પડકાર
આમ આદમી પાર્ટી કોંગ્રેસના માર્ગમાં અવરોધો ઉભા કરી શકે છે. શાસક પક્ષ ભાજપે 2012માં સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં તેને માત્ર 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 

કિંગ બનાવા માટે કોંગ્રેસે 2017 જેવું પ્રદર્શન કરવું જરૂરી
સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે- સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આમાંથી ત્રણ જિલ્લાઓ-  મોરબી, ગીર સોમનાથ અને અમરેલીમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી હતી. રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે, ગુજરાતમાં બે દાયકા કરતા વધુ સમયથી સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે કે તે રાજ્યમાં ખોવાયેલું તેનું સ્થાન પાછું મેળવવા માટે સૌરાષ્ટ્રમાં તેના 2017ના પ્રદર્શનનું પુનરાવર્તન કરે અથવા તેના કરતા પણ સારું પ્રદર્શન કરે. 

વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ ઉમેદવાર
નિરીક્ષકોએ કહ્યું કે, આ તેના (કોંગ્રેસ) માટે સરળ નથી કારણ કે આ વખતે 2015ના પાટીદાર અનામત આંદોલન જેવો કોઈ મોટો મુદ્દો નથી. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કે જેઓ વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા, તેમણે પણ આ વર્ષે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપે તેમને આ વખતે વિરમગામ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. 

PM મોદીના 'નાના સિપાહી'ના ખભે મોટી જવાબદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક  પટેલ માટે બનશે મોટી ચેલેન્જ | BJP has given ticket to Hardik Patel from  Viramgam seat

કોંગ્રેસની બાજી બગાડી શકે છે AAP
નિષ્ણાતોએ જણાવ્યું કે, પહેલીવાર ગુજરાતની તમામ 182 સીટો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી કોંગ્રેસની બાજી બગાડી શકે છે, કારણ કે પાટીદાર સમાજની યુવા પેઢી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજના સમર્થનમાં કોઈપણ ખામીની ભરપાઈ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના સમર્થનથી કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ઓબીસીની પણ નોંધપાત્ર વસ્તી છે. આ સમુદાયના લોકો મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેલાયેલા છે અને લગભગ 40 ટકા બેઠકો પર તેમની સંખ્યા ઘણી વધારે છે.

ભાજપે OBC ઉમેદવારોની સંખ્યામાં કર્યો વધારો 
રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે, સીટ એલોટમેન્ટની પ્રથમ યાદી જોતા જણાય છે કે ભાજપે આ વખતે OBC ઉમેદવારોની સંખ્યામાં વધારો કર્યો છે. જો તેને (ભાજપને) પાટીદારોથી કોઈ નુકસાન થાય છે તો તેને ઓબીસીના સમર્થનથી તેની ભરપાઈ થવાની આશા છે. સૌરાષ્ટ્રના પાટીદારો ખાસ કરીને સુરતમાં કામ કરતા યુવા મતદારો AAPથી પ્રભાવિત છે અને તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેથી દૂર રહે તેવી શક્યતા છે. આ રીતે કોંગ્રેસને ભાજપ કરતાં વધારે નુકસાન થશે. વર્ષ 2017ની ચૂંટણીમાં જીત્યા બાદ પાંચ વર્ષ દરમિયાન ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના 20 ધારાસભ્યોમાંથી અડધા સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાંથી છે 

નવા ચહેરાઓને આપી છે તક
આમાં સોમા પટેલ (લીંબડી બેઠક), પરસોતમ સાબરીયા (ધ્રાંગધ્રા), બ્રિજેશ મેરજા (મોરબી), કુંવરજી બાવળિયા (જસદણ), વલ્લભ ધારવીયા (જામનગર ગ્રામ્ય), જવાહર ચાવડા (માણાવદર), હર્ષદ રીબડીયા (વિસાવદર), ભગવાન બારડ (તાલાલ), જે.વી. કાકડિયા (ધારી) અને પ્રવીણ મારુ (ગઢડા)નો સમાવેશ થાય છે. ગુરુવારે (10 નવેમ્બર) ભાજપે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદી મુજબ, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના આ ધારાસભ્યોમાંથી મોટાભાગનાને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વરિષ્ઠ નેતા આર.સી. ફળદુ સહિત પોતાના લગભગ એક ડઝન વર્તમાન ધારાસભ્યોને બીજી તક આપવાનો ઇનકાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.

ગુજરાતમાં OBC સમુદાયમાં 147 જાતિઓ છે. કોંગ્રેસનું ભાવિ નક્કી કરવામાં દરિયાકાંઠાનો વિસ્તાર નિર્ણાયક બની રહેશે. જ્યાં તેઓ (ઓબીસી)ની વધારે વસ્તી છે, પરંતુ તેઓ પાટીદારો, બ્રાહ્મણો અને રાજપૂતોની જેમ એકજૂથ નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ