બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Saudi Prince's bilateral talks with PM Modi at Rashtrapati Bhavan, know what is the main agenda

બેઠક / રાષ્ટ્રપતિ ભવન ખાતે સાઉદી પ્રિન્સની PM મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા, જાણો શું છે મુખ્ય એજન્ડા

Megha

Last Updated: 12:25 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદનું સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ તેમનું શાહી સ્વાગત કર્યું
  • પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે 

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા જ મોહમ્મદ બિન સલમાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. 

પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે 
જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ G20 કોન્ફરન્સ બાદ દિલ્હીમાં રોકાયા છે. બે દિવસીય રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક થશે અને બંને નેતાઓ દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજૂતી પણ થઈ શકે છે.

 G20 ની સફળ અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન આપ્યા
એક સંક્ષિપ્ત નિવેદનમાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને G20 ની સફળ અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન આપ્યા હતા. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું, "શાબાશ ભારત ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી જેનાથી આપણા બંને દેશો, G20 દેશો અને સમગ્ર વિશ્વને ફાયદો થશે. તેથી હું ભારતને કહેવા માંગુ છું, શાબાશ, અને અમે, બંને દેશો માટે ભવિષ્ય બનાવવા માટે કામ કરશું."

સાઉદી પ્રિન્સની PM મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા

- સાઉદી ક્રાઉન પ્રિન્સ શનિવારે ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા અને G20 સમિટ પછી તેમની રાજ્ય મુલાકાત માટે અહીં રોકાયા છે.
- ઔપચારિક સ્વાગત બાદ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
- અહેવાલો અનુસાર, હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત પછી, સાઉદી ક્રાઉન પ્રિન્સ બપોરે 12 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં ભારત-સાઉદી વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની મિનિટ્સ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.
- અગાઉ શનિવારે G20 નેતાઓની સમિટમાં, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉદી અરેબિયા અને યુરોપિયન યુનિયનએ મેગા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ શિપિંગ અને રેલવે કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવા માટે ઐતિહાસિક કરારની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે ગત ભારતીય પ્રવાસ દરમિયાન સાઉદી અરેબિયાએ 100 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ભારત અને સાઉદી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મજબૂત છે. બંને દેશો વચ્ચે વધતી જતી મિત્રતા દેખીતી રીતે પડોશી દેશ પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીનું કારણ બનીને ઉભરી આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ