બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / વિશ્વ / Saudi arabia announces free visa for 96 hours for Indians

ફાયદો / ભારતીયોને હવે સાઉદી જવું સસ્તું પડશે, સાઉદી સરકારે કરી ફ્રી વિઝાની જાહેરાત

Vishal Khamar

Last Updated: 10:37 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ સાઉદીની સરકારે મોટા પ્રમાણમાં ભારતીય પર્યટકોને આકર્ષકવા માટે ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે. જે મુજબ 96 કલાકના વિઝા ભારતીય નાગરિકો ફ્રીમાં મેળવી શક્શે.

ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ફરવાના શોખીન છે. તમે દુનિયાના કોઈ પણ સ્થળે ફરવા જશો તો તમને ભારતીય નાગરિકો મળી જ જશે. મિડલ ઈસ્ટ કંટ્રી અને ખાસ કરીને સાઉદી અરેબિયાની પણ ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. સાઉદી અરેબિયા જેવા દેશો માટે ભારતીય ટુરિસ્ટ સૌથી મોટા ગ્રાહકો છે, એટલે જ આવા દેશોની સરકાર ભારતીયો માટે જુદી જુદી આકર્ષક જાહેરાત કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ સાઉદીની સરકારે મોટા પ્રમાણમાં ભારતીય પર્યટકોને આકર્ષકવા માટે ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે. જે મુજબ 96 કલાકના વિઝા ભારતીય નાગરિકો ફ્રીમાં મેળવી શક્શે. ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિકો મોટા ભાગે સાઉદીની મુલાકાત ઈસ્લામિક યાત્રાધામોની અથવા તો મનોરંજનના ઉદ્દેશ્યથી લેતા હોય છે.

સાઉદી સરકારે હળવા કર્યા નિયમો

સાઉદી સરકારની આ જાહેરાતની સાથે એક સ્થાનિક અધિકારીનું કહેવું છે કે ભારત સાઉદી માટે અગત્યનું માર્કેટ છે. આંકડા પ્રમાણે જોઈએ તો છેલ્લા એક વર્ષમાં સાઉદીની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યામાં 50 ટકા વધારો થયો છે. સાઉદી સરકારનું અનુમાન છે કે 2030ની સાલ સુધીમાં એટલે કે આગામી સાત વર્ષમાં જ ભારતીય નાગરિકો રેકોર્ડ સંખ્યામાં તેમના દેશની મુલાકાત લઈ શકે છે. તાજેતરમાં જ યોજાઈ ગયેલા એક ટ્રેડ શોમાં સાઉદી સરકારે પોતાના ટુરિઝમ સ્પોટ્સને પ્રમોટ કર્યા હતા જેની સાથે જ ભારતીયો સરળતાથી તેમના દેશની મુલાકાત લઈ શકે તે માટે કેટલાક નિયમો હળવા કરવાની પણ જાહેરાત કરી હતી. 

ફાઈલ ફોટો

વધી રહ્યા છે સાઉદીના મુલાકાતીઓ

સાઉદી અરેબિયાના ટુરિઝમ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે 2023ના વર્ષમાં 15 લાખથી વધુ ભારતીય નાગરિકોએ સાઉદીની મુલાકાત લીધી છે. જે 2022 કરતા 50 ટકા વધારે છે. જો આ પ્રકારે જ વધારો ચાલુ રહ્યો તો 2023 સુધીમાં 75 લાખથી વધુ ભારતીય નાગરિકો સાઉદી અરેબિયા આવી શકે છે.

 

ફાઈલ ફોટો

આ ભારતીયોને મળશે ફ્રી વિઝા

આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાની સરકારે ભારતીયો માટે સ્ટોપઓવર પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. જે મુજબ સાઉદી એરલાઈન્સ અથવા તો ફ્લાયનેસ દ્વારા પ્રવાસ કરી રહેલા ભારતીયોને સાઉદીમાં 96 કલાકના ફ્રી વિઝા એન્ટ્રી મળી શકે છે. જે ભારતીય નાગરિકો પાસે અમેરિકા, યુકે અથવા શેંગેનના વિઝા છે, તેવા ભારતીય નાગરિકો ઈ વિઝા અથવા વિઝા ઓન અરાઈવલનો પણ લાભ મેળવી શકે છે.

વધુ વાંચોઃ લોકસભા ચૂંટણી અને ભાજપની પહેલી યાદી આ તારીખે થશે જાહેર, PM મોદી-અમિત શાહની બેઠક પણ

ગલ્ફ કંટ્રીઝમાં છે લાખો ભારતીયો

ગલ્ફ દેશો લાંબા સમયથી ભારતીયોના ફેવરિટ રહ્યા છે. લગભગ દરેક દેશમાં તમને ભારતીય નાગરિકો મળી જશે. આવા દેશોના આર્થિક વિકાસમાં ભારીતયોનું મોટું યોગદાન છે. છ મહિના જૂના આંકડા પર નજર કરીએ તો વિશ્વમાં કુલ 1.34 કરોડ નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ છે, જેમાંથી 66 ટકા કરતા વધુ લોકો ગલ્ફ કંટ્રીઝમાં વસે છે. આ દેશોમાં યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન, બહેરિનનો સમાવેશ થાય છે. વિશ્વના 210 દેશોમાં ભારતીયોની હાજરી છે, જેમાંથી ગલ્ફના છ દેશોમાં 90 લાખ કરતા વધુ ભારતીયો રહે છે.   જ્યારે યુએઈમાં સૌથી વધુ 35 લાખ NRI રહે છે. તો સાઉદી અરેબિયામાં   26 લાખ અને કુવૈતમાં 10.5 લાખ કરતા વધુ નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ