બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BJP To Release List Of 100 Candidates For Lok Sabha Polls Next Week, PM May Be On It: Sources

સૂત્રોનો મોટો દાવો / લોકસભા ચૂંટણી અને ભાજપની પહેલી યાદી આ તારીખે થશે જાહેર, PM મોદી-અમિત શાહની બેઠક પણ

Hiralal

Last Updated: 07:44 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રોનો દાવો છે કે 13 માર્ચની આસપાસ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને આગામી ગુરુવારે ભાજપની પહેલી યાદી પણ આવી શકે છે.

ભાજપે પણ લોકસભા ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. આજે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની મુખ્ય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી અને તેમાં લોકસભા ચૂંટણીમાં યુપીના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે માર્ચની મધ્યમાં એટલે કે 15 માર્ચની આસપાસ લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે છે. 

આવતા ગુરુવારે જાહેર થઈ શકે ભાજપનું પહેલું લિસ્ટ
સૂત્રોનો દાવો છે કે ભાજપ લોકસભાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ આવતા ગુરુવારે જાહેર કરી શકે છે. સંભવિત 100 ઉમદવારોની યાદીમાં પીએમ મોદી અને અમિત શાહનું પણ નામ હોઈ શકે છે. 

ભાજપની 100 ઉમેદવારોની યાદીમાં પીએમ મોદી-અમિત શાહનું નામ 
ભાજપ પોતાની પ્રથમ યાદીમાં 100 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી સાંસદ છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આગામી સપ્તાહે ગુરુવારે યોજાવાની છે, જેમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. આવી સ્થિતિમાં, આ બેઠક પછી, ભાજપ તે જ દિવસે તેના ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી શકે છે. ભાજપનો દાવો છે કે આ લોકસભા ચૂંટણીમાં એનડીએને 400થી વધુ સીટો મળશે, જ્યારે ભાજપે 370 સીટો જીતવાનો પોતાનો ટાર્ગેટ રાખ્યો છે.

13 માર્ચની આસપાસ જાહેર થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખો
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર 13 માર્ચે આ તારીખો જાહેર થઈ શકે છે. 

અત્યાર સુધી કોણે લોકસભા ઉમેદવારો જાહેર કર્યાં
અત્યાર સુધી યુપીની સમાજવાદી પાર્ટીએ લોકસભાના 30થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. તે ઉપરાંત બીજી નાના પ્રાદેશિક પક્ષોએ પણ ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપ અને કોંગ્રેસ હજુ પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યાં નથી. તાજેતરમાં જ બિહારમાં નીતિશકુમારની જેડીયુ અને યુપીમાં જયંત ચૌધરીની આરએલડી ગઠબંધનમાંથી બહાર નીકળીને એનડીએનો હિસ્સો બન્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હી, ગોવા, હરિયાણા, ગુજરાત વગેરેમાં ગઠબંધન થયું છે, જ્યારે યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રને લઇને હજુ પણ વાતચીત ચાલી રહી છે.

ચૂંટણી પંચે પણ શરુ કરી દીધી છે તૈયારી 
ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈને સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓનો તાગ મેળવી રહ્યા છે. ભૂતકાળમાં પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોની મુલાકાત લેવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર વગેરે બાકી છે. સૂત્રોનું કહેવું છે કે, જ્યારે રાજ્યોની મુલાકાતો પૂરી થઈ જશે, ત્યારે આગામી મહિને 13 માર્ચ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. 2019માં છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ