બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / saturday with rituals donate these 5 things every wish will be fulfilled happiness

દાન-ધર્મ / જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈએ તો શનિવારે દાન કરવી જોઈએ આ 5 વસ્તુઓ, દેખાવવા લાગશે ચમત્કારિક લાભ, ઘરમાં આવશે ધનલક્ષ્મી

Bijal Vyas

Last Updated: 03:05 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shaniwar ka Daan:હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. જ્યારે શનિદેવ પ્રસન્ન હોય છે ત્યારે તે લોકોના જીવનને ખુશીઓથી ભરી દે છે

  • સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો તમારે કાળા વસ્ત્રોનું દાન કરવું
  • શનિવારે 6 પ્રકારના અનાજનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે
  • શનિવારે લોખંડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

Shaniwar ka Daan: હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, દરેક દિવસ કોઈના કોઈ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આ જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવની પૂજા કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે. શનિવારના દિવસે દાનનું ખુબ મહત્વ હોય છે. દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આવો જ્યોતિષની દ્રષ્ટીએ જાણીએ શનિવારના દિવસે શું દાન કરવુ જોઇએ...

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. જ્યારે શનિદેવ પ્રસન્ન હોય છે ત્યારે તે લોકોના જીવનને ખુશીઓથી ભરી દે છે, પરંતુ જો શનિદેવ કોઈ પર ગુસ્સે થાય છે તો તેઓનું અનિષ્ટ કરી શકે છે.

ખાસ તિથિ પર કરો આમાંથી કોઈ એક વસ્તુનું દાન, પેઢીઓ સુધી મળશે તેનો લાભ | Type  Of Daan donate these 7 things on special days know benefits of daan on  hindu religion

1. કાળા વસ્ત્ર અને જૂતાઃ શનિવારે કાળા કપડાં અને શૂઝનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો તમારે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. શનિવારની સાંજે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડાં અને ચંપલનું દાન કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.

2. અનાજઃ જો કોઈ વ્યક્તિ જીવનમાં ખૂબ જ પરેશાન હોય અને શનિ દોષથી પરેશાન હોય તો તેની અસર ઓછી કરવા માટે દર શનિવારે 6 પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ. આ માટે ઘઉં, ચોખા, ચણા, મકાઈ, જુવાર અને કાળા અડદનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

3. કાળા તલ અને કાળી અડદ: જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો કાળા તલ અને કાળા અડદનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે સાંજે લગભગ 1.25 કિલો કાળી અડદની દાળ અથવા કાળા તલનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી શનિના કારણે ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

4. લોખંડના વાસણોઃ શનિવારે લોખંડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે લોખંડ ખરીદવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ તેનું દાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

સરસિયાના તેલના આ 10 દેશી ઉપાય તમારી 10 સમસ્યાઓને કરી દેશે દૂર, ફાયદા જાણશો  તો ચોંકી જશો | Benefits And Uses Of Mustard Oil For Health

5. સરસવનું તેલઃ શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે સરસવનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. તેના માટે શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક સિક્કો નાખો. પછી તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અથવા પીપળના ઝાડ નીચે રાખો. તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ