બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / san diego thief pets a friendly dog and steals thousand dollar bike from a garage

ભારે કરી! / VIDEO: ઘરમાં ચોર ઘૂસ્યો, કૂતરાએ જોયું અને વ્હાલ કરાવવા લાગ્યો... માલિકને એક લાખનું થયું નુકસાન

Arohi

Last Updated: 05:08 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચોર કૂતરાની સામે સાયકલ ચોરીને લઈ જાય છે. આ વીડિયો જોઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • કૂતરાની સામે સાયકલ ચોરી ગયો ચોર
  • માલિકને થયું એક લાખનું નુકસાન

આપણે સાંભળ્યું જ છે કે કૂતરાનું નાક સાર્પ અને ઉંઘ કાચી હોય છે. એટલા માટે જ ઘરમાં કૂતરો રાખવાથી ઘરમાં ચોરી નથી થતી. પરંતુ કૂતરો એલર્ટ નહીં પરંતુ ક્યૂટ નિકળે તો શું થાય? સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોના કારણે આ સવાલ સામે આવ્યો છે. 

વીડિયોમાં ચોર ચોરી કરવા આવે છે. કૂતરાને પ્રેમ કરે છે અને તેના બાદ ચોરી કરીને જતો રહે છે. પરંતુ કૂતરો કંઈ નથી કરી શકતો. વીડિયો વાયરલ થતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
ક્યૂટ કૂતરાનો વીડિયો ફેસબુક પર 4 ઓગસ્ટે શેર કરવામાં આવ્યો છે. આમ તો આ ઘટના 15 જુલાઈ 2023ની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોર રાત્રે સાડા દસ વાગ્યે સાયકલ ચોરી કરીને નિકળે છે. 

એટલામાં કૂતરો બહાર આવે છે. ચોરની પાસે જાય છે અને તેને અંદર લઈને આવે છે. ચોરે કૂતરાને પ્રેમ કર્યો, હાથ ફેરવ્યો અને પછી ત્યાંથી સાયકલ લઈને જતો રહ્યો. કૂતરો ભસતો પણ નથી કે માલિકને બોલાવતો પણ નથી. 

વીડિયોને શેર કરતા સેન ડિએગો પોલીસે લખ્યું, "એક શંકાસ્પદ ચોરને શોધવામાં તમારી મદદ જોઈએ છે. 15 જુલાઈ, 2023એ લગભગ 10.40 વાગ્યે, એક શંકાસ્પદ પેસિફિક બીચ વિસ્તારના એક ગેરેજમાં ઘુસે છે અને 2019 મોડલની એક કાળી ઈલેક્ટ્રા 3-સ્પીડ સાયકલની સાથે ફરાર થઈ ગયો.સાયકલની કિંમત લગભગ 1,300 ડોલર હતી."

કૂતરાની ક્યૂટનેસ પર ફિદા થયા યુઝર્સ
વીડિયો વાયરલ થયા બાદ લોકો કૂતરાની ક્યૂટનેસ પર ફિદા થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તમે વોચ ડોગના રૂપમાં ગોલ્ડન રિટ્રીવર ન રાખી શકો. તે ખૂબ વધારે ફ્રેન્ડલી હોય છે." અન્ય એક યુઝરે લખ્યું, "એટલે હું ગોલ્ડન રિટ્રીવરને પ્રેમ કરુ છું. કેટલો ફ્રેન્ડલી છે." અન્ય એક યુઝરે કહ્યું, "આ કેટલો ક્યૂટ છે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ