બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / sainikesh ravichandran coimbatore youth joined ukraine military to fight against russian

Ukraine crisis / રશિયા વિરુદ્ધ જંગ લડવા યુક્રેનની સેનામાં જોડાઈ ગયો ભારતીય યુવક, આર્મીમાં જોડાવાનું હતું સપનું

Pravin

Last Updated: 04:52 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો એક યુવક પણ રશિયાના આક્રમણ વિરુદ્ધ લડવા માટે યુક્રેનની સેનામાં ભરતી થઈ ગયો છે, જો કે તેનું સપનું તો ભારતમાં દેશસેવા કરવાનું હતું, પણ અહીં નાપાસ થયો અને યુક્રેનમાં ભણાવા જતો રહ્યો.

  • રશિયા અને યુક્રેન વચ્ચે જંગ યથાવત
  • વિદેશના નાગરિકોને જંગમાં જોડાયા
  • ભારતીય યુવાન યુક્રેનની સેનામાં જોડાયો

રશિયા અને યુક્રેનના યુદ્ધને બે અઠવાડીયા થઈ ગયા છે, તેમ છતાં પણ તેનો અંત આવવાના હાલમાં તો કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. આ તમામની વચ્ચે યુક્રેન પ્રત્યે દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી રહી છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે, યુક્રેનની સસેનામાં સામેલ થનારા વિદેશીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કહેવાય છે કે, ભારતનો એક યુવક પણ રશિયાના આક્રમણ વિરુદ્ધ લડવા માટે યુક્રેનની સેનામાં ભરતી થઈ ગયો છે. તમિલનાડૂના કોયંમ્બતૂર જિલ્લાના સૈનિકેશ રવિચંદ્રનની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ભારતનો યુવક યુક્રેનની સેના તરફથી લડી રહ્યો છે યુદ્ધ

યુક્રેની મીડિયાએ ટ્વિટર પર દાવો કર્યો છે કે, ત્યાંની સેનામાં જે દેશોના લોકો શામેલ થયા છે. તેમાં ભારતીય પણ શામેલ છે. તેમણે એક તસ્વીર શેર કરીને લખ્યું છે કે, યુક્રેનની વોલંટરી મિલિટ્રી ફોર્સ ઈંટરનેશનલ લીઝનમાં વિદેશીઓનો પ્રથમ જથ્થો શામેલ થઈ ચુક્યો છે અને કીવની બહાર મોર્ચો સંભાળી રાખ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એ દેશોના નામ સામે આવ્યા છે, જેમણે યુક્રેનની સેના જોઈ કરી છે. જેમાં વોલિંટિયર્સ તરીકે અમેરિકા, ઈંગ્લેન્ડ, સ્વીડન, લિથુઆનિયા, મનેક્સિકો તથા ભારતના નાગરિકોનો પણ શામેલ છે.

 

સૈનિકેશના માતા-પિતાએ પણ પુષ્ટિ કરી

હકીકતમાં જોઈએ તો, 21 વર્ષિય સૈનિકેશ રવિચંદ્રનનું યુક્રેની સેનામાં સામેલ થવાની પુષ્ટિ કોયંમ્બતૂરમાં રહેતા તેના માતા-પિતાએ જ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં બાદ અધિકારીઓએ તેના માતા-પિતા સાથે સંપર્ક સાધ્યો હતો. અને જણાવ્યું હતું કે, સૈનિકેશ 2018માં ભારતીય સેનામાં શામેલ થવા માટે પરીક્ષા આપી હતી. જો કે, તે નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ તે અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો હતો. જ્યાં તેનું એડમિશન નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં થયું હતું.

સૈનિકેશ સાથે માતા-પિતાની થઈ વાત

સૈનિકેશના માતા-પિતાએ જણાવ્યું કે, યુક્રેન પર રશિયાના હુમલા બાદ પોતાના દિકરાનો સંપર્ક કપાઈ ગયો હતો. જો કે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસના આગ્રહ કરવા પર તેની શોધ થઈ. ત્યારે સૈનિકેશે પોતાના માતા-પિતાને જણાવ્યું કે, તેણે યુક્રેની સેના જોઈન કરી લીધી છે. તેણે પોતાના માતા-પિતાને કહ્યું કે, તે પોતાની મરજીથી યુક્રેની સેનામાં શામેલ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ