બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Sad video of Uttar Pradeshs Barabanki goes viral

વાયરલ / પતિ હતા ડૉક્ટર, દીકરી બોલિવૂડમાં હીરોઈન...: છતાં રસ્તે ભીખ માંગીને ખાય છે 90 વર્ષની મા, વીડિયો જોઈ રડી પડશો

Kishor

Last Updated: 07:23 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના બારાબંકીના એક ડોક્ટરના હત્યા બાદ તેમની પત્ની દરદર ભટકી અને જીવન ગુજારી રહ્યા છે. તેની હિરોઇન પુત્રી પણ ન સાચવતા માતા લાચારીવાસ જીવન ગુજારે છે.

  • ઉત્તર પ્રદેશના બારાબંકીનો કરુણ વીડિયો વાયરલ
  • ડોક્ટરની હત્યા બાદ દરદર ભટકી જીવન ગુજારતી પત્ની 
  • વાયરલ વીડિયો મામલે પ્રતિક્રિયા આપતા યુઝર્સ

માતા-પિતાથી મોટુ આ જગતમાં કોઈ નથી તેવી જૂની અનેક કહેવતો છે. સાથે બાળકના જીવનમાં માતા-પિતાનો ક્યારેય ન આંકી શકાય તેવો રોલ હોય છે અને બાળકના ઉછેરમાં માતા-પિતા પોતાનું આખું આયુષ્ય આપી દેતા હોય છે. પરંતુ બાળકો મોટા થયા બાદ માતા પિતાનું ઋણ ચૂકવવાને બદલે તેઓને વૃદ્ધાશ્રમમાં છોડી દેવા સહિતના અનેક દુઃખ ત્રાસ આપતા હોય છે. આવો જ એક વિડીયો ઉત્તર પ્રદેશથી વાયરલ થયો છે.


વીડિયો પટનાના કાલીઘાટ વિસ્તારનો

ઉત્તર પ્રદેશના બારાબંકીના એક ડોક્ટરના હત્યા બાદ તેમની પત્ની દરદર ભટકી અને જીવન ગુજારી રહ્યા છે. ભીખ માંગી જીવન ગુજારતા ૯૦ વર્ષીય વૃધાને પરિવાર વિશે પૂછવામાં આવતા મહિલાએ શાંત સ્વભાવે જણાવ્યું હતું કે તેમની પુત્રી બોલીવુડમાં હિરોઈન છે જે ફેમસ ટીવી શો સપને સુહાને લડકપન કી સિરિયલમાં પણ કામ કરી ચૂકી છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો પટનાના કાલીઘાટ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં લાચાર અને વયોવૃદ્ધ મહિલાને બાળકો બાબતે પૂછતાં તે આ અંગે પ્રશ્નો ન કરવા જણાવે છે.


લાચાર માતા પ્રત્યે લોકોની સંવેદના
કરુણ અવાજે મહિલા એવું પણ કહી રહી છે કે આવા બાળકો હોય તો તેનું મૃત્યુ થઈ જવું જોઈએ! હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સે કહ્યું કે કલંક છે. આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઈ પોતાની પ્રતિક્રિયા દ્વારા લાચાર માતા પ્રત્યે સંવેદના સખવી તેને મદદ કરવા અંગે જણાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ