બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar's grand statue unveiled at Wankhede Stadium ahead of India vs Sri Lanka

ક્રિકેટ / VIDEO : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મોટું સન્માન, વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેચ્યૂ ખુલ્યું મૂકાયું

Hiralal

Last Updated: 06:33 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

  • ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ 
  • સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં જ રમ્યો હતો છેલ્લી મેચ 
  • પ્રતિમા સચિનના 50 વર્ષના જીવનને સમર્પિત 

2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ છે. મેચના એક દિવસ પહેલા ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેંડુલકરની પ્રતિમા ખુલ્લી મૂકાઈ છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.

વાનખેડે સ્ટેડિયમમાં સચિનના સ્ટેન્ડ પાસે તેની પ્રતિમા મૂકાઈ 
સચિન તેંડુલકરની પ્રતિમાનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ એક દિવસ પહેલા એટલે કે બુધવારે (1 ઓક્ટોબર) સાંજે કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડીયાએ જીત્યો હતો વર્લ્ડ કપ 
સચિને આ મેદાન પર પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 200મી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઈનિંગ અને 126 રનથી જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે પણ ખાસ છે, કારણ કે અહીં જ ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. 2011ના વન-ડે વર્લ્ડકપની ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો અને સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન પણ પૂર્ણ થયું હતું.

સચિન બીજો ભારતીય ક્રિકેટર જેની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત

ઉલ્લેખનીય છે કે સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત છે. પ્રથમ દિગ્ગજ ક્રિકેટર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સી.કે.નાયડુ છે. તેમની પાસે ત્રણ જુદા જુદા સ્થળો - ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ, નાગપુરનું વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (વીસીએ) સ્ટેડિયમ અને આંધ્રપ્રદેશનું વાયએસઆર સ્ટેડિયમ ખાતે મૂર્તિઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ