બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha eeder known for wooden toys

સાબરકાંઠા / દેશ-વિદેશમાં પ્રખ્યાત એવી ગુજરાતની જાણીતી રમકડાં બજાર મૃતઃપ્રાય અવસ્થામાં, કારીગરોની હાલત પણ રમકડાં જેવી.!

Dinesh

Last Updated: 11:38 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાનું ઈડર સમગ્ર દેશમાં જાણીતું છે લાકડાના રમકડા બનાવવા માટે પરંતુ વર્તમાન સમયમાં ઈડરની રોનક ઝાંખી પડી રહી છે. રમકડા બજાર પર ચીનના આક્રમણે લાકડાના રમકડા બનાવતા કારીગરોની કમર તોડી નાખી છે

  • સાબરકાંઠાનું ઈડર લાકડાના રમકડા માટે જાણીતું
  • ઈડરના લાકડાના રમકડા દેશ-વિદેશમાં પ્રખ્યાત
  • પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રીક રમકડા આવતા તુટ્યું બજાર


સાબરકાંઠાનું ઈડર સમગ્ર દેશમાં જાણીતું છે લાકડાના રમકડા બનાવવા માટે પરંતુ વર્તમાન સમયમાં ઈડરની રોનક ઝાંખી પડી રહી છે. રમકડા બજાર પર ચીનના આક્રમણે લાકડાના રમકડા બનાવતા કારીગરોની કમર તોડી નાખી છે. પ્લાસ્ટીક અને ઈલેક્ટ્રીક રમકડા બજારમાં આવતા લાકડાના રમકડાની ડિમાંડ ઘટી છે જેના કારણે આ વ્યવસાય મૃતઃપ્રાય થવાની સ્થિતીમાં પહોંચી ગયો છે

ક્યાં ખોવાઈ રમકડા બજારની રોનક?
રંગબેરંગી  આકર્ષક અને મનમોહક કારીગરી તેમજ જોઈને જ ખરીદવાનું મન થઈ જાય બાળકો જ નહીં, મોટેરાં પણ લલચાઈ જાય એવા સુદર રમકડા સાબરકાંઠાના ઈડરના ખરાદી બજારના જોવા મળે છે. આ બજારની રોનક અને અહીં મળતા લાકડાના રમકડાનું એક સમયે દેશ વિદેશમાં નામ હતું પરંતુ આજે લાકડાના રમકડાનો આ વ્યવસાય મૃતઃપ્રાય સ્થિતીમાં છે.

લાકડાના રમકડા માટે જાણીતું
એક સમય હતો જ્યારે અહીં 300થી વધુ લોકોલાકડાના રમકડા બનાવતા હતા. તેની સામે આજે અહીં  માત્ર 3થી 4 કારીગરો બચ્યા છે. લાકડાના રમકડા રૂપિયા 20થી લઈ 1000ના ભાવે વેચાતા હતા. પરંતુ આજે માર્કટ પડી ભાંગ્યું છે. રમકડા ઉદ્યોગની કમર તોડવા માટે જવાબદાર છે ચીન. ચીનમાંથી આવતા ઈલેક્ટ્રીક અને પ્લાસ્ટિકના રમકડાએ આ ઉદ્યોને મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચાડી દીધો છે. હવે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએક જ માંગણી કરી રહ્યા છે કે સરકાર તેમને સહાય કરે.

ઈડરમાં માત્ર 3થી 4 કારીગરો બચ્યા
આ રમકડા બજારની સ્થિતી એ છે કે મોટાભાગના લોકોઆ પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય વ્યવસાયમાં જોડાઈ ગયા છે. એક સમયે લાકડાના રમકડા માટે સૌથી સવિશેષ પ્રખ્યાત થયેલા ઇડરમાં જ મોટા ભાગના લોકોઆ વ્યવસાય છોડી રહ્યા છે. આ જ સ્થિતી રહી તો આગામી સમયમાં જે એક બે દુકાનો બચી છે તે પણ બંધ થઈ જશે તેવું વેપારી આગેવાનો જણાવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઇડર શહેર પ્રખ્યાત હતું. હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડા બનાવનારા કલાકારોને સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ