બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / S Somnath wrote in his autobiography about k Sivan and the reasons behind chandrayaan 2 failures

દેશ / K. Sivan પર ખુલાસો, ચંદ્રયાન-2 ફેલ થવાનું કારણ...: ISRO ચીફ સોમનાથના પુસ્તક પર કેમ ઊભો થયો વિવાદ?

Vaidehi

Last Updated: 05:17 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO પ્રમુખ એસ.સોમનાથને લઈને મીડિયામાં કેટલીક રિપોર્ટસ આવી છે જેમાં તેમણે પૂર્વ ઈસરો ચીફ કે. સિવન પર તેમના પ્રમોશનમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાડ્યો છે. આ આરોપ તેમણે પોતાની ઑટોબાયોગ્રાફી નિલાવુ કુડિચા સિમ્હંલમાં નોંધ્યો છે.

  • ISRO પ્રમુખ એસ.સોમનાથને કર્યો મોટો ખુલાસો
  • પોતાના પુસ્તકમાં પૂર્વ ઈસરો ચીફ કે.સિવન પર આરોપ લગાડ્યાં
  • ચંદ્રયાન-2ની વિફળતાનાં કારણનો પણ પુસ્તકમાં ઉલ્લેખ

ISROનાં ચીફ એસ. સોમનાથને લઈને મીડિયા પાસે મોટી ખબર આવી છે.  આ ખબર દક્ષિણ ભારતનાં મીડિયા સંસ્થાનોમાં પ્રકાશિત થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈસરો પ્રમુખ Dr.S.Somnathએ પૂર્વ ઈસરો ચીફ K.Sivan પર એક આરોપ લગાડ્યો છે. સોમનાથે કહ્યું કે સિવને તેમના ઈસરો પ્રમુખ બનવાની પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કર્યાં હતાં. સિવન નહોતા ઈચ્છતાં કે સોમનાથ ઈસરોનાં પ્રમુખ બને. આ આરોપ સોમનાથે પોતાના જીવન આધારિત પુસ્તર Nilavu Kudicha Simhangalમાં લખ્યો છે.

સોમનાથે આ અંગે કરી સ્પષ્ટતા
આ વિષયે જ્યારે સોમનાથને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે," દરેક વ્યક્તિને કોઈપણ સંસ્થાનમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારોને પાર કરવું પડે છે. એવી જ સમસ્યાઓ તેમની પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું પણ છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. એ કોઈ એક વ્યક્તિની વિરોધમાં નથી. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. હું બસ આ મુદા પર લખી રહ્યો હતો. મેં કોઈપર પણ વ્યક્તિગત ધોરણે નિશાન નથી સાધ્યું. "

ચંદ્રયાન-2 ફેલ થવા પર પણ કર્યો ખુલાસો
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઊતાવળનાં ચક્કરમાં ફેલ થયું કારણકે તેને લઈને જેટલા ટેસ્ટ થવા જોઈતા હતાં તે નહોતા થયાં. તેમણે કહ્યું કે તેમનાં આ પુસ્તકમાં ચંદ્રયાન-2 ફેલ થવાના કારણો પણ લખેલા છે. ચંદ્રયાન-2નાં ફેલ થવાની ઘોષણાનાં સમયે જે ભૂલો થઈ હતી તે છુપાડવામાં આવી હતી. સોમનાથ એવું માને છે કે જે જેવી રીતે થઈ રહ્યું છે તેને તેવી જ રીતે દર્શાવવું જોઈએ. સત્ય લોકોની સામે આવવું જોઈએ. તેનાથી સંસ્થાનમાં પારદર્શિતા આવે છે. તેથી પુસ્તકમાં ચંદ્રયાન-2ની વિફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ