બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
યમનમાં હૂતિ વિદ્રોહીઓની સામે અમેરિકા અને બ્રિટનનાં એક્શનથી પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધવાની આશંકા છે. આ ટેન્શનની વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકર સોમવારે ઈરાનની યાત્રા પર નિકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે હૂતિઓને ઈરાનનું સમર્થન મળી રહ્યું છે. તેમણે અમેરિકા અને બ્રિટનનાં હવાઈ હુમલાઓનો જવાબ આપવાની ધમકી આપી છે. એવી અટકળો લગાડવામાં આવી રહી છે કે ગાઝા યુદ્ધ ક્ષેત્રીય સંઘર્ષનું કારણ બની શકે છે. હૂતિ વિદ્રોહિયોએ હાલમાં જ લાલ સાગરમાં વ્યાપારિક જહાજોને ટાર્ગેટ કર્યું છે.
🚨BREAKING: Massive United States fleet of warships seen off the coast of Yemen.
— Donald J. Trump 🇺🇸 News (@DonaldTNews) January 13, 2024
The mainstream media does not want you to SHARE this! 🇺🇸
🔊
WWIII World War 3 Red Sea Houthis Iowa pic.twitter.com/Js5HDyT26y
ADVERTISEMENT
વિદેશ મંત્રી સોમવારે ઈરાન નિકળશે. અહીં બંને પક્ષોની વચ્ચે લાલ સાગરની સ્થિતિ સહિત અનેક દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે.
ADVERTISEMENT
ભારતે કૂટનીતિમાં સંતુલન જાળવી રાખ્યું
ગતવર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયલ અને હમાસની વચ્ચે ભયંકર જંગ શરૂ થઈ હતી. આ બાદ પણ ભારતે કૂટનીતિમાં સંતુલન જાળવી રાખ્યું હતું. સંઘર્ષ અને દ્વિપક્ષીય મુદાઓ પર ભારત સરકાર ઈરાનની સાથે સતત સંપર્કમાં છે. ઈરાને યમનમાં હવાઈ હુમલાઓની નિંદા કરી છે. તેણે કહ્યું કે આવું કરવાથી ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાને પ્રોત્સાહન મળશે. હૂતિયોએ પેલેસ્ટીનીયન્સની સાથે એકજૂથતા દાખવી છે. તેમણે ન કેવળ ઈઝરાયલ પણ લાલ સાગરમાં અન્ય દેશો સાથે જોડાયેલા જહાજોને પણ ટાર્ગેટ કર્યું છે. તેવામાં ભારતે લાલ સાગરમાં નૌવહનની સ્વતંત્રતાનું પૂરજોરમાં સમર્થન કર્યું છે.
ભારત ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહ્યું છે
હૂતિયો પર થયેલ હવાઈ હુમલાઓ શરૂ થવાનાં થોડા સમય પહેલાં જયશંકરે તેમના અમેરિકી સમકક્ષ એંટની બ્લિંકન સાથે ગુરુવારે વાત કરી હતી. જેમાં નેવિગેશનની સ્વતંત્રતા પર ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે જયશંકરની યાત્રાની યોજના તો વાતચીતથી પણ ઘણાં સમય પહેલા જ બની ગઈ હતી. વિદેશ વિભાગ અનુસાર તેમણે દક્ષિણી લાલ સાગર અને અદનની ખાડીઓમાં હૂતિયોનાં હુમલા સાથે સંકળાયેલી ચિંતા પર ચર્ચા કરી. તેમના અનુસાર આવું કરવાથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થાય છે અને નિર્દોષ નાવિકોનું જીવન જોખમમાં મુકાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'અમારી સરકારથી અમે નારાજ', ભારત વિરોધી મુઇજ્જૂથી માલદીવની જનતા જ ત્રાહિમામ!
જો કે હૂતિયોનાં હુમલાનાં જવાબમાં પશ્ચિમી દેશો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હજુ સુધી ભારતે કોઈ ટિપ્પણી નથી કરી. ભારત આ સમગ્ર મામલા પર ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.