બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ruturaj Gaikwad hits six over the covers, prize car damaged, video viral

IPL 2023 / IPLમાં ઋતુરાજ ગાયકવાડે મેચમાં ફટકારી એવી સિક્સ, કે ઇનામમાં મૂકેલી કાર થઇ ડેમેજ, VIDEO વાયરલ

Megha

Last Updated: 08:55 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવી સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો.

  • CSKએ બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું
  • ગાયકવાડે ફટકારી હતી શાનદાર સિક્સ 
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.  IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું. 

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ આ મેચમાં ચેન્નાઈ ટીમના ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરીને 217 રનનો ખડકલો કરી દીધો હતો. સીએસકે ના ઋતુરાજ ગાયકવાડની સતત બીજી અડધી સદી ફટકારી હતી. જેમાં એક સ્ટ્રોક એવો માર્યો હતો કે નવી ઈનામમાં આપવાની કાર પર ડેન્ટ થઈ ગયું હતું. 

ગાયકવાડે ફટકારી હતી શાનદાર સિક્સ 
CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવો સ્ટ્રોક માર્યો કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કૃષ્ણપ્પા ગૌતમના બોલ પર સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો. સિક્સ મારતાની સાથે જ બોલ કારને જોરથી અથડાયો અને તેના પર ખાડો પડી ગયો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઋતુરાજે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા
ઋતુરાજ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. તેને 31 બોલમાં 57 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે પણ 92 રનની ઇનિંગ રમી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ