બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / russia has welcomed indias independent stand at the un security council

આવકારો / યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે એવું શું બન્યું કે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ

Parth

Last Updated: 09:23 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ યુક્રેન સંકટ પર ભારતના સ્વતંત્ર વલણને આવકાર્યું છે.

  • ભારતના સ્વતંત્ર વલણને રશિયાએ આવકાર્યું
  • UNમાં ભારતે રાખ્યું છે સ્વતંત્ર વલણ
  • 25 ફેબ્રુઆરીએ યુએનમાં યુક્રેન મુદ્દે વોટિંગ થયું હતું

રશિયાએ બુધવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મુદ્દા પર તેના (ભારતના) મંતવ્યો બંને દેશો વચ્ચેના વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક જોડાણને પ્રતિબિંબિત કરે છે. રશિયન મિશનના ડેપ્યુટી ચીફ, રોમન બાબુશ્કિને કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને વૈશ્વિક બાબતોમાં સ્વતંત્ર અને સંતુલિત વલણ અપનાવ્યું છે. 

ઓનલાઈન માધ્યમ દ્વારા મીડિયાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું, "અમે ભારતના સ્વતંત્ર વલણને આવકારીએ છીએ જે તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બે વખત વ્યક્ત કર્યું છે.તેમણે કહ્યું કે, "યુએન સુરક્ષા પરિષદમાં ભારતીય પ્રવૃત્તિઓ અમારા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક જોડાણના મહત્વને સંપૂર્ણ રીતે દર્શાવે છે.

Do this for Ukraine, President Zelensky calls PM Modi and asks for big help

25 ફેબ્રુઆરીએ યુએનમાં યુક્રેન મુદ્દે વોટિંગ થયું હતું

25 ફેબ્રુઆરીએ યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેન મુદ્દે વોટિંગ થયું હતું. ભારતે  સ્વતંત્ર અને સંતુલિત અભિગમ અપનાવ્યો હતો, ભારતના આ વલણની રશિયાએ કદર કરી છે. 

PM મોદીને ફોન કરી યુક્રેને મદદની કરી માગ

યુક્રેની રાષ્ટ્રપતિ  Zelenskyએ પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. ફોનમાં  Zelenskyએ પીએમ મોદી પાસે યુક્રેનને બચાવવા તેમની મદદ માગી હતી.  Zelenskyએ પીએમ મોદીને યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. 

પ્રધાનમંત્રી મોદીનો રાજકીય સહયોગ માગ્યો 

ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમનો રાજકીય સહયોગ માગ્યો છે. યુક્રેનની એવી ઈચ્છા છે કે ભારત યુએનમાં તેના પક્ષમાં વોટિંગ કરે. 

યુક્રેનની મદદે આવ્યું છે ફ્રાન્સ 

યુક્રેન પર રશિયાની સેનાએ યુદ્ધના ત્રીજા દિવસે ફરી એક વાર પોતાનું આક્રમણ વધારે તેજ કર્યું છે. આ બાજૂ યુક્રેનને આ ભીષણ યુદ્ધમાં ફ્રાંસનો સાથે મળ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોનની સાથે ફોન પર વાત કરી જે બાદ તેમણે યુક્રેનને સાથે આપવાનો નિર્ણય કર્યો. રાષ્ટ્રપતિ જેલેન્સકીએ ટ્વિટ કરીને કહ્યું કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોનની સાથે વાત થઈ છે. આપણા સહયોગીઓથી હથિયારો અને સાધનો યુક્રેનના રસ્તામાં છે. યુદ્ધ વિરોધી ગઠબંધન હવે કામ કરી રહ્યું છે. બીજી બાજૂ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મૈક્રોએ એક કાર્યક્રમમાં ચેતવતા કહ્યું કે, આ યુદ્ધ હજૂ આગળ પણ ચાલશે. આ સંકટ બની રહેશે અને તેની સાથે આવનારા સમયમાં તમામ સંક્ટના સ્થાયી પરિણામ પણ હશે.

રશિયાએ મેલિટોપોલ શહેર પર કર્યો કબ્જો

આ બાજૂ રશિયાના સૈનિકોએ યુક્રેનના મેલિટોપોલ શહેર પર કબ્જો કર્યો હોવાનો દાવો કર્યો છે. રશિયાના રક્ષામંત્રાલયે એવો દાવો કર્યો છે કે, તેણે હવે શહેર પર સમગ્રપણે કબ્જો કરી લીધો છે. કીવ પર પોતાના કબ્જા કરવા માટે રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે. તો વળી રશિયા સેના દ્વારા મેલિટોપોલ પર કબ્જો કરવાના દાવા પર બ્રિટિશ સશસ્ત્ર દળના મંત્રી જેમ્સ હેપ્પીએ નકારી કાઢ્યું છે. હેપ્પીએ કહ્યું કે, હજૂ કોઈ કબ્જો કર્યો નથી, તથા રાજધાની કીવમાં આગળ વધી રહેલી બખ્તરબંધ ગાડીઓને યુક્રેની સેના દ્વારા રોકી દેવામાં આવ્યા છે. 

દેશ છોડવાનો નથી, અંતિમ શ્વાસ સુધી લડીશું-Zelensky

ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું હતું  કે તેઓ દેશ છોડવાના નથી અને પોતાના દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં આખું યુક્રેન એક સાથે તાકાત સાથે રશિયન સૈન્યનો સામનો કરી રહ્યું છે. પોતાના સંબોધનમાં ઝેલેન્સ્કીએ પણ અપીલ કરી હતી કે તેમના દેશને અત્યારે શસ્ત્રોની જરૂર છે. તેઓ એકલા રશિયન સૈન્યનો સામનો કરી રહ્યા છે, તેમને હવે અન્ય દેશોના સહકારની જરૂર છે. તે સંબોધન બાદ ફ્રાંસે હથિયારો અને અન્ય સૈન્ય સામગ્રી આપવાની વાત ચોક્કસ કરી છે. યુક્રેનના વિદેશ પ્રધાનનો દાવો છે કે તેમને ફ્રાન્સ તરફથી જરૂરી શસ્ત્રો અને અન્ય સૈન્ય સામગ્રી મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ