બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Ronaldo became the most expensive player in history

સ્પોર્ટ્સ / રોનાલ્ડો બન્યો ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી: સાઉદી અરબે જેટલામાં ડીલ કરી તે જાણી મગજ ચકરાઈ જશે

Priyakant

Last Updated: 09:05 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ નાસર આ ખેલાડીને એટલો પગાર આપી શકે છે કે જે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે

  • પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અલ નાસર સાથે ડીલ
  • સાઉદી અરેબિયાની અલ નાસર સાથે રોનાલ્ડો 2025 સુધી રમતા જોવા મળશે 
  • સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અલ નાસર

પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલની પુષ્ટિ કરી છે. આ અંતર્ગત રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતા જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેમની ટ્વિટર પોસ્ટમાં લખ્યું, "ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. નાસરમાં આપનું સ્વાગત છે."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ નાસર અને રોનાલ્ડો વચ્ચે 4,400 કરોડની ડીલ થઈ છે. જેમાં હવે રોનાલ્ડોને એક વર્ષમાં લગભગ 1800 કરોડની આસ પાસ પગાર મળી શકે છે. જો આમ થશે તો તે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે. 

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને ઓફર આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ વધુ એટલે કે, લગભગ 370 મિલિયન ડોલર આપવા તૈયાર હતા. પરંતુ તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે, તે અહીં ખુશ છે. અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર આપવામાં આવતા હતા. બીજી તરફ રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ $1 મિલિયન આપવામાં આવશે. 

અલ નાસર શું છે ? 

અલ નાસરની સ્થાપના 1955માં રિયાધમાં થઈ હતી. તે સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અને તેણે 9 સાઉદી પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ