બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma to become the opener to score 13 thousand runs as opener

ક્રિકેટ / WTC ફાઇનલમાં રોહિત શર્મા તોડી શકે છે સચિન-સેહવાગનો આ રેકોર્ડ, માત્ર 27 રનનું છે અંતર

Bijal Vyas

Last Updated: 05:56 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં રોહિત શર્માના નિશાના પર એક મોટો રેકોર્ડ રહેવાનો છે.

  • રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ મોટો રેકોર્ડ બનાવી શકે છે
  • રોહિત પાસે સચિન અને સેહવાગની ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક
  • ગાવસ્કર અને ધવનનું નામ પણ લિસ્ટમાં સામેલ

WTC Final 2023: ભારતીય ક્રિકેટ ટીમ લંડનના ઓવલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. આ મેચ 7મી જૂનથી શરૂ થઈ રહી છે. આ મેચમાં બધાની નજર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. રોહિત પણ આ મેચમાં એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે.

રોહિતના નિશાના પર છે આ મોટો રેકોર્ડ 
રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ મોટો રેકોર્ડ બનાવી શકે છે. જો રોહિત આ મેચમાં 27 રન બનાવી લે છે તો તે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં 13 હજાર રન બનાવનાર ત્રીજો ઓપનર બની જશે. રોહિતના નામે ઓપનિંગ કરતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12973 રન છે.

સહેવાગ અને સચિને જ કર્યો હતો આ કમાલ 
ભારતના માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગ કરતા 13 હજાર રન બનાવ્યા છે. માત્ર વીરેન્દ્ર સહેવાગ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર જ આ કરી શક્યા છે. હવે માત્ર રોહિત શર્મા 13 હજાર રનનો મોટો આંકડો પાર કરનાર ત્રીજો બેટ્સમેન બનવા જઈ રહ્યો છે. સેહવાગના નામે ઓપનિંગ દરમિયાન 15758 આંતરરાષ્ટ્રીય રન છે. જ્યારે સચિને ઓપનિંગ દરમિયાન 15335 રન બનાવ્યા છે. રોહિત પાસે સચિન અને સેહવાગની ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક છે.

ઓપનિંગ કરતા સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેટ્સ મેનઃ

  • 15758 રન - વીરેન્દ્ર સહેવાગ 
  • 15335 રન - સચિન તેંડુલકર 
  • 12973 રન - રોહિત શર્મા
  • 12258 રન - સુનીલ ગાવસ્કર
  • 10867 રન - શિખર ધવન 

ગાવસ્કર અને ધવનનું નામ પણ લિસ્ટમાં સામેલ 
આ યાદીમાં સુનીલ ગાવસ્કરનું નામ ચોથા નંબર પર છે. ગાવસ્કરે પોતાની કારકિર્દીમાં ઓપનિંગ દરમિયાન 12258 રન બનાવ્યા હતા, અને આ યાદીમાં પાંચમું નામ શિખર ધવનનું છે. ધવને ઓપનિંગ દરમિયાન 10867 રન બનાવ્યા છે. પરંતુ માત્ર સેહવાગ અને સચિન જ 13 હજારનો મોટો આંકડો પાર કરી શક્યા છે. હવે રોહિત પણ આ મોટા આંકડા સુધી પહોંચવા જઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ