બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / rohit sharma statement on team indias defeat india vs bangladesh asia cup 2023

asia cup 2023 / IND vs BAN: ટીમ ઈન્ડિયામાં વારંવાર આટલા ફેરફાર કેમ? અડધી ટીમ બદલવા મુદ્દે રોહિત શર્માએ આખરે આપ્યો જવાબ, કહ્યું આ વાતનું છે દુ:ખ

Manisha Jogi

Last Updated: 10:44 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023ના ફાઈનલ પહેલા ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે, જે રીતે રમવા માંગતા હતા, તે રમી શક્યા નથી.

  • ફાઈનલ પહેલા ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો
  • સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું
  • ‘જે રીતે રમવા માંગતા હતા, તે રમી શક્યા નથી’

એશિયા કપ 2023ના ફાઈનલ પહેલા ભારતે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4 મુકાબલામાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. એશિયા કપમાં બાંગ્લાદેશે 2012 પછી ભારતને હરાવ્યું છે. ભારતીય ટીમ પહેલેથી ફાઈનલમાં પહોંચી ગઈ હતી, આ કારણોસર કેપ્ટન રોહિત શર્માએ આ મેચ માટે અડધી ટીમ બદલી દીધી હતી. ટીમમાં આ ફેરફાર કરવાને કારણે ભારતે ફાઈનલ પહેલા હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા આ હારના કારણે ખૂબ જ ઉદાસ નહોતા, પરંતુ તેમણે કહ્યું કે, જે રીતે રમવા માંગતા હતા, તે રમી શક્યા નથી. 

રોહિત શર્માએ મેચ પછી જણાવ્યું કે, ‘અમે કેટલાક ખેલાડીઓને ગેમ ટાઈમ આપવા માંગતા હતા. અમે જે પ્રકારે રમવા માંગતા હતા, તે પ્રકારે રમી શક્યા નથી. આ મેચમાં કેટલાક એવા ખેલાડીઓને મોકો આપ્યો, જે વર્લ્ડ કપમાં રમી શકે છે.’

ગિલ શાનદાર બેટીંગ કરે છે: રોહિત
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે, ‘અક્ષરે શાનદાર બેટીંગ કરી, પરંતુ મેચ ફિનિશ કરી શક્યા નહીં. જેનો શ્રેય બાંગ્લાદેશી બોલરને આપવો જોઈએ. ગિલની સદી ભૂલવી ના જોઈએ. તેઓ પોતાના ગેમનું સમર્થન કરે છે, તેમને ખબર છે કે કેવી રીતે રમવું છે. તેઓ ટીમ માટે શું કરવા માંગે છે, તે બાબતે તેમના વિચાર એકદમ સ્પષ્ટ છે. છેલ્લા એક વર્ષથી તેમનું ફોર્મ જબરદસ્ત છે અને શાનદાર બેટીંગ કરે છે. તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમના માટે વૈકલ્પિક પ્રેક્ટીસ જેવું કંઈ જ નથી.’ 

બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ પર 265 રન કર્યા હતા. કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં શુભમન ગિલ અને અક્ષર પટેલ સિવાય કોઈપણ વધુ સ્કોર કર્યું નથી. શુભમન ગિલે 121 અને અક્ષરે 42 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમ 49.5 ઓવરમાં માત્ર 259 રન કરી શકી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ