બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / republic day 2020 parade live updates president ram nath kovind pm modi

Republic Day 2020 / LIVE : 71માં ગણતંત્ર દિવસે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફરકાવ્યો તિરંગો, 21 તોપોની સલામી અપાઈ

Dharmishtha

Last Updated: 11:58 AM, 26 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ આજે 71મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવી ધ્વનવંદન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદી અને આજના દિવસના મુખ્ય મહેમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો પણ આ નેશનલ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ સાથે દેશના તમામ રાજ્યની વિવિધતા દર્શાવતા ટેબ્લોનું નિદર્શન કરાયું છે.

  • બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર મેસિયસ ગણતંત્ર દિવસ સમારોહનાં મુખ્ય અતિથિ બન્યાં
  • રાષ્ટ્રપતિ સાથે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં
  • રાજપથ પર જોવા મળી ભારતીય સૈન્ય અને સાંસ્કૃતિક તાકાતની ઝલક

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનાં કાફલા સાથે રાજપથ પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીએ તેમનુ નેતૃત્વ કર્યું હતું. આ ગણતંત્ર દિન નિમિત્તે યોજાઈ રહેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો હાજર રહ્યાં હતાં. 71માં ગણતંત્ર દિવસે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  તિરંગો ફરકાવ્યો હતો. સાથે સાથે 21 તોપોની સલામી અપાઈ હતી. રાજપથમાં વંદે માતરમનાં નારા બાજીથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

દિલ્હી રાજપથ ખાતે ગુજરાત રાજ્યની પ્રતિકૃતિ કરતો ટેબ્લો

 

બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બન્યા

આ ગણતંત્ર દિવસ પર બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલ્સુનારો મુખ્ય મહેમાન બન્યાં હતાં. તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીએ પણ ભારત આવ્યાં છે. તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું .  આ કાર્યક્રમમાં 16 રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને 6 મંત્રાલયે પરેડમાં ભાગ લીધો હતો. પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ડ્રોનથી નજર રાખી હતી. આ ઉપરાંત અન્ય કેન્દ્રની સુરક્ષા એજન્સી પણ સતર્ક રહી હતી. 

 

 

વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. લોકોએ પણ તેમને રિપ્લાયમાં તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. ભાજપનાં પ્રેસિડેન્ટ જગત પ્રકાશ નડ્ડાએ દિલ્હી પાર્ટી મુખ્યાલય પર ધ્વજ ફરકાવ્યો

આઈટીબીપીનાં જવાનોએ તિરંગો ફરકાવ્યો

71માં ગણતંત્ર દિન નિમિત્તે લદ્દાખમાં 17 હજાર ફીટ પર  માઈનસ 20 ડિગ્રી તાપમાને આઈટીબીપીનાં જવાનોએ તિરંગો ફરકાવ્યો હતો. સાથે સાથે જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમનાં નારા લગાવ્યાં હતાં. તેમની નારે બાજીથી વાતાવરણમાં દેશ ભક્તિની લહેર ઉઠી હતી.

 

આ વખતે શું પહેલીવાર છે ? 
IAFના અપાચે હેલિકોપ્ટર, ચિનૂક હેલિકોપ્ટર, સ્વદેશી ધનુષ પણ પરેડનો ભાગ, CRPFની મહિલા ડેરડેવિલ ટીમનો દમ અને K9 વજ્રની તાકાત જોવા મળી હતી.

 

આ રીતે સુરક્ષા ટીમો રહી સતર્ક

સુરક્ષા માટે પેરામિલેટ્રિની 48 કંપની, દિલ્હી પોલીસના 17 હજાર જવાનો, 2700 સાદા કપડામાં સુરક્ષા કરી રહ્યાં છે. સાથે સાથે પરાક્રમ અને પ્રખર વૈન તેમજ 10 સીસીટીવી કંટ્રોલ રુમની મદદથી પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. 

 

ગણતંત્ર દિન નિમિત્તે રાજપથ ખાતે સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી

આ કાર્યક્રમમાં 16 રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને 6 મંત્રાલયે પરેડમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં દેશની વધેલી સેન્ય શક્તિ, બહુ મુલ્ય સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક - આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું . રાજપથ પર લાંબી લાંબી ઝાકિયાં, પરેડ અને આકાશમાં કરતબો બતાવતા વાયુસેનાનાં વિમાનોએ રોમાંચથી ભરી દીધા હતાં. 
 

 

બાઈક અને હેલિકોપ્ટર દ્વારા દિલધડક કરતબ બતાવવામાં આવ્યાં

ગણતંત્ર દિવસનું મુખ્ય આકર્ષણ આર્મીનાં જવાનોનાં કરતબ ઉપરાંત ઘણુ બધું રહ્યું છે. હાલમાં જ સેનામાં સમાવેશ પામેલા ચિનૂક અને આપચે હેલીકોપ્ટરોનો નજારો પણ જોવા મળ્યો હતો.  ગણતંત્રની પરેડમાં સુખોઈ અને અત્યાધુનિક ફ્લાઈટ પોસ્ટ પણ નજરે પડ્યાં હતાં. તેમજ સાથે આર્મીની અનેક ટીમોનાં પ્રદર્શને લોકોના મન મોહિ લીધા હતાં. 

 

મહિલાઓની કરતબે લોકોનાં દિલ જીત્યા

દર વર્ષની જેમ પરાક્રમી મહિલાની ટીમોએ કરતબ બતાવ્યાં હતાં. સીઆરપીએફની ડેયરડેવિલ્સ ટીમ પહેલીવાર રાજપથ પર બાઈકનાં અલગ અલગ કરતબ બતાવ્યાં હતાં. જેમાં 9 દિલધકડ કરતબનો સમાવેશ થયો હતો.  65 સીઆરપીએફનાં જવાનોએ પણ કરતબ બતાવ્યાં હતાં. સીઆરપીએફનાં બાઈક પર મહિલાઓ રાઈફલ પોઝિશન, બીમ પોઝિશન, પિસ્ટલ પોઝિશન, પિરામિડ પોઝિશન સહિત સંયુક્ત પોઝિશન બતાવશે. 

71માં ગણતંત્ર દિવસ પર ભારત ક્યાં પહોંચ્યુ? 

'મિશન શક્તિ' એન્ટી સેટેલાઇટ મિસાઈલનું પરીક્ષણ થયું, , 'એર ટૂ એર' મિસાઇલનાં 5 પરીક્ષણ સફળ  રહ્યા , 'લો વોટ ફાયર' અને 'ફોરગેટમેટ પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ'નું પરીક્ષણ,  INS હંસા પર ઓછા વજન ધરાવતા ફાઇટર પ્લેનનું પહેલું એરેસ્ટિંગ લેન્ડિંગ થયું, મિશન માર્સ ઓર્બિટર મિશનના મંગળ ગ્રહની કક્ષામાં 5 વર્ષ પૂર્ણ કર્યા, ભારતીય મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્જર્વેટરી એસ્ટ્રોસેટે કક્ષામાં 4 વર્ષ પૂર્ણ કર્યા. ભારતીય મલ્ટી વેવલેન્ચ સ્પેસ ઓબ્જર્વેટરી એસ્ટ્રોસેટે 7 દેશના 50 વિદેશી સેટેલાઇટ લોન્ચ કર્યા. નવી દિલ્લી અને વારાણસી વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત શરુઆત થઈ. કૈગા પરમાણુ વીજળીઘરે 962 દિવસ સુધી સતત ચાલુ રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તારાપુર પરમાણુ ગ્રિડથી જોડાયેલા પાવર સ્ટેશન યૂનિટના ઓપરેશનના 50 વર્ષ પુરા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને શાંઘાઈ સહયોગ સંગઠને 8મી અજાયબીમાં સ્થાન આપ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ