બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Repented of love. In 6 months of love marriage, the greedy husband said goodbye to his life with the torture of Himalayas,

અમદાવાદ / પ્રેમ કરી પસ્તાયા.! પ્રેમલગ્નના 6 માસમાં લાલચુ પતિ હિમાલયના ત્રાસથી જિંદગીને કહ્યું અલવિદા, પત્નીનો મૃતદેહ હોસ્પિટલમાં મૂકી ભાગ્યો

Vishal Khamar

Last Updated: 07:46 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લગ્નના ટૂંકાગાળા માં જ આપઘાત કરી લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પતિના ત્રાસથી આપઘાત કરી લીધો છે. પતિ ઘરખર્ચ માટે પૈસા નહિ આપીને મારઝૂડ કરતો હતો. જેથી યુવતીએ કંટાળીને જીવન ટુંકાવ્યું.

  • માધુપુરામાં 6 માસનાં ટૂંકા ગાળામાં યુવતિએ જીવન ટૂંકાવ્યું
  • પતિ ઘર ખર્ચ માટે પૈસા નહિ આપી મારઝુડ કરતો હતો
  • લગ્નનનાં થોડા દિવસ બાદ જ પતિએ પોતાનો લાલચુ ચેહરો બતાવ્યો

 સામાન્ય રીતે દરેક યુવતીનું સપનું સુખી લગ્ન જીવન હોય છે..આવા જ એક સપના સાથે ગાંધીનગરની કૃણાલી પરમારએ માધુપુરાના હિમાલય મહેરિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતું લગ્નના 6 માસમાં જ કૃણાલીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કારણકે પ્રેમ લગ્ન કરવા માટે કૃણાલી ઘરેથી નીકળી હતી પરંતુ તેના લાલચુ પ્રેમીને સોનુ અને રૂપિયામાં રસ હતો. જ્યારે કૃણાલીને ફક્ત ડોગ સાથે જોતા આરોપી પતિ હિમાલય માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું..યુવતીના પરિવાર પાસેથી સતત માગણી કરીને યુવતીને મારઝૂડ કરતો હતો. આત્મહત્યા દિવસે પણ કૃણાલી અને તેના પતિ વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો. જેથી કૃણાલીએ જીવન ટૂંકાવનું અંતિમ પગલું ભર્યું. આ ધટનાથી પરિવાર માં માતમ છવાયો છે એકની એક લાડકી બહેના આપઘાતથી ન્યાયની માંગ કરી છે. દહેજના લાલચુ સાસરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ કરી છે. 

માધવપુરા પોલીસ સ્ટેશન

લગ્નનનાં થોડા દિવસ બાદ જ હિમાલયે પોતાનો લાલચુ ચેહરો બતાવ્યો
22 વર્ષીય કૃણાલી નર્સ બનીને લોકોની સેવા કરવાનું સપનું હતું જેથી તેને નર્સિંગનું અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન માધુપુરા લગ્ન પ્રસંગે એક સંબંધીના ઘરે આવી ત્યારે હિમાલય સાથે મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ. મૃતક કૃણાલીએ હિમાલય સાથે સુખી લગ્ન જીવનનું સપનું જોઈને પોતાના પાલતું ડોગ સાથે ઘરેથી ભાગીને હિમાલય સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરતું લગ્ન ન થોડા દિવસ બાદ જ પતિ હિમાલય પોતાનો લાલચુ ચેહરો બતાવનું શરૂ કર્યું..અને સુખી જીવન સપના જોનારી કૃણાલીના સપના તૂટી ગયા. અને તે હિમાલય દ્વારા માનસિક શારીરિક ત્રાસ સહન કરતી રહી. ચાહની કીટલી ચલાવનાર હિમાલય લગ્નના સુનેરા સપના દેખાડ્યા અંતે કૃણાલી મોત મળ્યું.

આઈ.એન.ધાસુરા (PI, માધુપુર પોલીસ સ્ટેશન)

પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

યુવતીના આત્મહત્યા કેસમાં આપઘાત બાદ મૃતદેહ હોસ્પિટલમાં મૂકીને પતિ હિમાલય ફરાર થઈ ગયો હતો. જે બાદ માધુપુર પોલીસે પતિ વિરુદ્ધ આઈપીસી 304 બી હેઠળ દહેજ મૃત્યુ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાવિન પરમાર (મૃતક મહિલાનાં ભાઈ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ