બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / VTV વિશેષ / 'Repairing' of government work with the canal is necessary! When will the government release the water required for Ravipak in the canal? The farmer rushed to save the crop

મહામંથન / કેનાલ સાથે સરકારી કામનું 'રિપેરિંગ' જરૂરી! રવીપાકને જરૂરી પાણી કેનાલમાં ક્યારે છોડાશે સરકાર? પાક બચાવવા ખેડૂત ફાંફે ચડ્યો

Vishal Khamar

Last Updated: 10:15 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માવઠાનો માર અને કેનાલમાં પાણી નથી. ખેડૂતોની પરેશાનીમાં વધાર થઈ રહ્યો છે. કેનાલમાં પાણી છોડવાની માગ થઈ રહી છે.રવીપાક માટે અત્યારે પાણીની જરૂરિયાત રહે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક પ્રશ્ન છે. ધારાસભ્યોએ પણ સરકારને રજૂઆત કરી છે.

આપણે દુકાળમાં અધિક માસ એ કહેવતથી તો સારી રીતે પરિચિત છીએ જ. અત્યારે રાજ્યના ખેડૂતોની પણ કંઈક અંશે આવી જ સ્થિતિ છે. તાજેતરના કમોસમી વરસાદે ખેડૂતોએ વાવેલા રવીપાકને નુકસાન પહોંચાડ્યું અને હવે પાકને પાણી પહોંચાડતી કેનાલ પણ ખાલી પડી છે. ખેડૂતોની હવે પછીની સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. સામાન્ય સંજોગોમાં રવીપાક માટે 15 ઓક્ટોબર બાદ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં કેનાલ ખાલી છે. તો ઘણી કેનાલ અને પેટા કેનાલ એવી છે કે જ્યાં રિપેરિંગના અભાવે પાણી છોડાયું નથી. 

  • માવઠાનો માર અને કેનાલમાં પાણી નથી
  • ખેડૂતોની પરેશાનીમાં વધારો
  • કેનાલમાં પાણી છોડવાની થઈ રહી છે માગ

અધિકારીઓના જવાબ તદ્દન સરકારી છે. સ્થિતિ એટલી જટીલ બની છે કે આખરે જવાબદારી કોની તે જ નક્કી થતું નથી. હવે ખેડૂતોની પણ ધીરજ ખૂટી છે અને પાણી ગમે ત્યારે છોડાય તો કેનાલને નુકસાન ન થાય તેવી માનસિક સ્થિતિ સાથે ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા લાગ્યા છે. અહીં ઘણાં જ પાયાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે કેનાલમાં રવીપાક માટે પાણી છોડવું હોય તેના સરકારી માપદંડ વરસાદ કે માવઠાની પેટર્ન અથવા તો ખેડૂતોની જરૂરિયાત મુજબ બદલાઈ કેમ ન શકે. કેનાલમાં રિપેરિંગના અભાવે પાણી છોડવાનું અટકી ગયું હોય તો કોન્ટ્રાક્ટર કે જે તે અધિકારીની જવાબદારી કેમ નક્કી ન થાય. માવઠાનો માર ભલે કુદરતી હોય પણ કેનાલમાં પાણી છોડવું કે ન છોડવું એ તો જીવતા જાગતા મનુષ્યોએ જ નક્કી કરવાનું છે અને આદર્શ સ્થિતિ એ છે કે રવીપાક માટે યોગ્ય સમયે ખેડૂતને પાણી મળવું જ જોઈએ. ખાલીખમ ભાસતી કેનાલમાં આખરે પાણીના દર્શન ક્યારે થશે.

  • પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે સરકારને પત્ર લખ્યો
  • પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે પણ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી
  • કિરીટ પટેલની રજૂઆત હતી કે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવે

નેતાઓએ શું રજૂઆત કરી?
પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે સરકારને પત્ર લખ્યો છે.  પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે પણ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે.  કિરીટ પટેલની રજૂઆત હતી કે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવે. અધિકારીઓનો તર્ક હતો કે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીની સપાટી પૂરતી નથી. અંબરીષ ડેરે નાના તળાવ-ચેકડેમમાં પાણી છોડવા રજૂઆત કરી. ધાતરવડી-1 ડેમથી રાયડી ડેમ વચ્ચેના પાણીના પોઈન્ટ ભરવા રજૂઆત કરી છે.  ચોમાસા દરમિયાન આ ચેકડેમ ભરેલા હતા જે હવે ખાલી થઈ ચુક્યા છે. અંબરીષ ડેરે સૌની યોજના હેઠળ પાણી છોડવા રજૂઆત કરી છે. 

  • માવઠાના મારથી રવીપાકને નુકસાન થયું છે
  • બીજી તરફ કેનાલ ખાલી છે
  • માત્ર બનાસકાંઠામાં જ 850 હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું
  • સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક પ્રમાણમાં રવીપાકનું વાવેતર થયું

ખેડૂતોની મુશ્કેલી શું છે?
માવઠાના મારથી રવીપાકને નુકસાન થયું છે. બીજી તરફ કેનાલ ખાલી છે. માત્ર બનાસકાંઠામાં જ 850 હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું. સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક પ્રમાણમાં રવીપાકનું વાવેતર થયું. માવઠાને લીધે રવીપાકને નુકસાન થયું. સામાન્ય સંજોગોમાં 15 ઓક્ટોબર બાદ રવીપાક માટે પાણી છોડાતું હોય છે. દોઢથી બે મહિનાનો સમયગાળો વીત્યો છતા પાણી છોડાયું નથી. અધિકારી કહે છે કે સરકાર તરફથી વર્ક ઓર્ડર મળ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સફાઈ યોગ્ય રીતે થતી નથી. ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતોએ જાતે સફાઈ કરી હતી. સરકારે જે નાળા બનાવ્યા તે પણ ગુણવત્તાસભર ન હોવાનો દાવો કર્યો છે.  નાળામાંથી પાણી વહી જતું હોવાની ખેડૂતોની રજૂઆત કરી છે.  અધિકારીઓ કામકાજની સમીક્ષા કરી રહ્યા નથી.  સ્થિતિ એવી છે કે કોઈની જવાબદારી જ નક્કી થતી નથી.

  • માવઠાના મારથી રવીપાકને નુકસાન થયું છે
  • બીજી તરફ કેનાલ ખાલી છે
  • માત્ર બનાસકાંઠામાં જ 850 હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું

ખેડૂતોની મુશ્કેલી શું છે?
માવઠાના મારથી રવીપાકને નુકસાન થયું છે. બીજી તરફ કેનાલ ખાલી છે. માત્ર બનાસકાંઠામાં જ 850 હેક્ટરમાં રવીપાકનું વાવેતર થયું છે.  સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક પ્રમાણમાં રવીપાકનું વાવેતર થયું. માવઠાને લીધે રવીપાકને નુકસાન થયું. સામાન્ય સંજોગોમાં 15 ઓક્ટોબર બાદ રવીપાક માટે પાણી છોડાતું હોય છે. દોઢથી બે મહિનાનો સમયગાળો વીત્યો છતા પાણી છોડાયું નથી. અધિકારી કહે છે કે સરકાર તરફથી વર્ક ઓર્ડર મળ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સફાઈ યોગ્ય રીતે થતી નથી. ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતોએ જાતે સફાઈ કરી હતી. સરકારે જે નાળા બનાવ્યા તે પણ ગુણવત્તાસભર ન હોવાનો દાવો કર્યો છે.  નાળામાંથી પાણી વહી જતું હોવાની ખેડૂતોની રજૂઆત છે.  અધિકારીઓ કામકાજની સમીક્ષા કરી રહ્યા નથી.  સ્થિતિ એવી છે કે કોઈની જવાબદારી જ નક્કી થતી નથી. 

  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જર્જરીત કેનાલની સમસ્યા
  • વારંવાર કેનાલમાં ગાબડા પડે છે
  • ખેડૂતોએ જાતે સફાઈ કરવી પડે છે

આ મુશ્કેલીનો ઉકેલ આવશે?
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જર્જરીત કેનાલની સમસ્યા છે.  વારંવાર કેનાલમાં ગાબડા પડે છે.  તો બીજી તરફ ખેડૂતોએ જાતે સફાઈ કરવી પડે છે. કોન્ટ્રાક્ટર રિપેરિંગના નામે માત્ર સિમેન્ટનું લેયર ચઢાવી દે છે.  જેથી કેનાલમાં ગાબડા પડતા ખેતરમાં પાણી ફરી વળે છે. 

  • પાલનપુરના ગઢ પંથકમાં સિંચાઈનું પાણી નથી મળ્યું
  • કેનાલમાંથી પાણી છોડવામાં નથી આવ્યું
  • અહીં દાંતીવાડા ડેમની કેનાલથી પાણી આવે છે

કેનાલમાં જળદર્શન ક્યારે થશે?
પાલનપુરના ગઢ પંથકમાં સિંચાઈનું પાણી મળ્યું નથી.  કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. આ પંથકમાં દાંતીવાડા ડેમની કેનાલથી પાણી આવે છે. કેનાલમાં માટી ભરાઈ ગઈ છે, ઝાંખરા ઉગી ગયા છે. ત્યારે કોઈ અધિકારી ન ફરકતા ખેડૂતોએ જાતે સફાઈ હાથ ધરી છે.  કેનાલનું સાયફન બનાવવાનું કામ મહિનાઓથી ચાલુ છે. કામ ક્યારે પૂર્ણ થશે તેની કોઈ ખાતરી આપતું નથી. વાવના ચોથાનેસડા ગામમાં પણ આવી જ સ્થિતિ છે. માઈનોર કેનાલમાં ખેડૂતોએ જાતે જ માટી કાઢીને સફાઈ કરી છે.  થોડા સમય પહેલા બોટાદના રાણપુરમાં પણ આવી જ સ્થિતિ હતી. રાણપુરના 10 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું  ન હતું. કેનાલમાં રિપેરિંગ કામના અભાવે સિંચાઈનું પાણી મળતું ન હતું.  મુખ્ય કેનાલમાંથી સબ કેનાલ સુધી પાણી છોડાયું.  સબ કેનાલ રિપેર નહતી થઈ એટલે ખેતર સુધી પાણી ન પહોંચ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ