બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Relief news for farmers over possible threat of locusts in Banaskantha

ખુલાસો / બનાસકાંઠામાં તીડના સંભવિત ખતરા મુદ્દે રાહતના સમાચાર, જુઓ સરવેમાં શું થયો ખુલાસો

Vishal Khamar

Last Updated: 08:20 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં તીડનાં સંભવિત ખતરાને લઈને ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. જેમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે કર્યા બાદ બનાસકાંઠાના વિસ્તાોમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે.

  • બનાસકાંઠામાં તીડ દેખાવા મુદ્દે ખુલાસો
  • તીડ નિયંત્રણ ટીમના સરવેમાં થયો ખૂલાસો 
  • બનાસકાંઠાના વિસ્તારોમાં તીડ ન હોવાનું સામે આવ્યું 

બનાસકાંઠામાં તીડનાં સંભવિત ખતરાને લઈને તીડ નિયંત્રણ ટીમનાં સર્વેમાં ખુલાસો થયો છે. બનાસકાંઠાના વિસ્તારોમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડનાં ફેલાવાને કંટ્રોલ કર્યો છે. તેમજ બનાસકાંઠા વહીવટી તંત્ર રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગનાં સંપર્કમાં છે. તેમજ સમયાંતરે તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે કરાશે. 

વરૂણ બરનવાલ (બનાસકાંઠા જિલ્લા કલેક્ટર) 

હાલ બનાસકાંઠામાં તીડનો કોઈ પણ જાતનો પ્રશ્ન છે નહીઃ કલેક્ટર
આ બાબતે બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલાએ જણાવ્યું હતું કે,  રાજસ્થાનમાં તીડનાં સમાચાર અમારા સુધી આવ્યા છે. ત્યારે અત્યારે મળતી માહિતી મુજબ ત્યાં પણ તેને કંટ્રોલમાં કરી લેવામાં આવ્યા છે. હાલ બનાસકાંઠામાં તીડનો કોઈ પણ જાતનો પ્રશ્ન છે નહી. દર વર્ષે જે પ્રમાણે રૂટીનમાં સર્વે થાય છે. તે જ પ્રમાણે  આ વર્ષે પણ ટીમ આવીને સર્વે કરી ગઈ છે. અને તેમણે પણ કોઈ ખાસ ઓબ્ઝર્વેશન આપ્યા નથી. 

3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું થયું હતું નુકસાન 
બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં તીડને લઈ ફરી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. પાકિસ્તાન- રાજસ્થાન બોર્ડર પર આવેલા રાધાનેસડા ગામનાં ખેડૂતો ચિંતામાં છે. રાજસ્થાનમાં આવેલા તીડથી સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ છે. સરહદી વિસ્તારોમાં તીડ આવે તે પહેલાં દવાનો છંટકાર કરવાની માંગ ઉચ્ચારી છે. જેમાં 3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું નુકશાન થયું હતું. સરકારે તીડમાં થયેલા નુકસાનમાં કોઈ સહાય ન આપી હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે. 3 વર્ષ અગાઉ પણ આજ ગામમાં તીડનાં આક્રમણથી ભારે નુકશાન થયું હતું. તેમજ તમામ લીલા ખેતરો તીડ આક્રમણથી રણ જેવા બની ગયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ