ભારતીય ટેલિકોમ કંપની જિયોના પ્રીપેડ પ્લાનની લિસ્ટમાં જોરદાર ઓફર્સ છે. તો ચાલો જાણીએ જિયોના ટોપ 3 સસ્તા પ્લાન વિશે.
જિયોના યુઝર્સ માટે બેસ્ટ છે આ 3 પ્લાન
રોજ 1.5 જીબી ડેટા અને ફ્રી કોલિંગ મળશે
જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે
ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્લાન ઓફર કરે છે. એમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS મળે છે. અહીં અમે તમને જિયોના એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છે, જે 200 રૂપિયાથી ઓછી કિંમતના છે. જેમાં અન્ય પણ ઘણાં બેનિફિટ્સ કંપની આપી રહી છે. તો ચાલો જાણી લો આ પ્લાન્સ વિશે.
199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કંપની 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપે છે. આ કંપનીનો બેસ્ટ સેલિંગ પ્લાન છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા એટલે કે કુલ 42 જીબી ડેટા મળે છે અને 100 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો.
149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કંપની 24 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપે છે. આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા એટલે કે કુલ 24 જીબી ડેટા મળે છે અને 100 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો.
129 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કંપની 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપે છે. આ કંપનીનો બેસ્ટ સેલિંગ પ્લાન છે. આ પ્લાનમાં કુલ 2 GB ડેટા મળે છે અને 300 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો.