બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Regarding the rain, the Meteorological Department has predicted rain in the next 24 hours

આગાહી / આગામી 24 કલાકમાં ગુજરાતમાં થશે મેઘરાજાની એન્ટ્રી, જુઓ રાજ્યના કયા-કયા વિસ્તારોને ભીંજવશે

Dinesh

Last Updated: 02:56 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે, 24 કલાક પછી વરસાદની શક્યતાઓ નહીંવત છે

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વરસાદ થશે
  • સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં હળવો વરસાદ થશે


Rain Forecast in Gujarat: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વરસાદ થશે. 

આગામી 24 કલાકમાં....: ગુજરાતમાં વરસાદને લઇ શું કહે છે હવામાન વિભાગ, જાણો  ક્યારથી બેસશે ચોમાસું | Meteorological department predicted normal rain  with strong winds in Gujarat

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. 24 કલાક પછી વરસાદની શક્યતાઓ નહીંવત છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો બીજી બાજુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

ગુજરાતમાં ચોમાસાની જમાવટ યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં  વરસાદ, આ જિલ્લાઓમાં રેડ અલર્ટ | Monsoon continues in Gujarat, rains in 201  talukas of the state in ...

અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં  વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.

ભર શિયાળે આ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી, ધુમ્મસને લઈને પણ IMDનું એલર્ટ I  imd rainfall alert weather update today 1 december forecast

સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ